હોમ પેજ / રેસિપી / ચીઝી મીની સમોસા

Photo of Cheesy Mini Samosa by Rani Soni at BetterButter
458
1
0.0(0)
0

ચીઝી મીની સમોસા

Jul-16-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી મીની સમોસા રેસીપી વિશે

ચીઝી મીની સમોસા બાળકો તો સ્વાદ માણશે પણ સાથે ઘર નાં લોકો પણ ખૂશ થઈ જશે.જે એકદમ જ ટેસ્ટી મીની સમોસા બનશે.આ સમોસા માં ચીઝ,બટાકા,કેપ્સીકમ,કાળી મરી જેવા સરળ મસાલાઓ સાથે ભેગા મળી સ્વાદિષ્ટ લાગશે.જે લીલી ચટણી ,ટોમોટો કેચઅપ સાથે નાસ્તા માં સહુ ને ભાવશે. જો તમે પણ પરફેક્ટ ચીઝી મીની સમોસા બનાવવા માંગતા હોવ તો આ રેસિપી નોંધી લો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. લોટ બાંધવા:
  2. મેંદો 1/4 કપ
  3. ઘી 2 ચમચી
  4. જરૂરમુજબ મીઠું
  5. સ્ટફિંગ ભરવા માટે :
  6. 1 કપ પ્રોસેસ્ડ ચીઝ
  7. 1/2 કપ બાફેલા અને છૂંદેલા બટાકા
  8. 1/2 ચમચી કેપ્સીકમ સમારેલ
  9. 1/2 ચમચી કાળા મરી પાવડર
  10. મીઠું સ્વાદમુજબ
  11. તેલ તળવા
  12. પિરસવા માટે :
  13. 2 ચમચી છીણેલ ચીઝ
  14. 2 ચમચી ટોમેટો કેચઅપ
  15. 2 ચમચી લીલી ચટણી
  16. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. એક વાસણમાં મેંદો ,મીઠું, ઘી લઈ પાણીનો ઉપયોગ કરીને મિડીયમ કણક બાંધવી
  2. 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી રાખવું
  3. ભરણ માટે ચીઝ, બટાકા, કેપ્સીકમ ,મરીનો પાઉડર, મીઠું ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવું
  4. હવે લોટ માંથી નાના કદની રોટી બનાઈ રોટીને અડધા ભાગ માંથી કાપી ધાર પર પાણી લગાઈ સ્ટફિંગ મૂકી રોટીને શંકુ આકાર આપવો
  5. બધા સમોસાને તે જ રીતે ભરીને થોડી વાર કપડાથી ઢાંકી દેવા
  6. તેલને ગરમ કરી મધ્યમ તાપ પર સમોસાને ફ્રાય કરો
  7. તે સોનારી બદામી રંગ ના બને અેટલે તેલ માંથી કાઢી
  8. પિરસતી વખતે સમોસાને છીણેલ ચીઝ, ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે કોથમીર મૂકી પિરસવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર