હોમ પેજ / રેસિપી / ઠંડાઈ પન્નાકોટા

Photo of Thandai panna cota by Kalpana Parmar at BetterButter
321
2
0.0(0)
0

ઠંડાઈ પન્નાકોટા

Jul-16-2018
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઠંડાઈ પન્નાકોટા રેસીપી વિશે

ગરમી ની સીઝનમાં ઠંડુ ખાવાની ખુબ મજા આવતી હોય છે દૂધ તેમજ ઠંડાઈ મસાલો રુહઅફઝા આ બધી સામગ્રી ગરમી માં શરીરને ઠંડક આપે છે તેમજ ખાવા માં પણ હેલ્ધી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1# મસાલા માટે
  2. 2 મોટી ચમચી કાજુ
  3. 2 મોટી ચમચી બદામ
  4. 2 મોટી ચમચી પિસ્તા
  5. 10 દાણા આખા મરી
  6. 1 મોટી ચમચી મગજતરી ના બી
  7. 8 એલચી
  8. 10 થી 12 કેસર ના તાતણાં
  9. 1 મોટી ચમચી વરિયારી
  10. 1 મોટી ચમચી ખસખસ
  11. 1 મોટી ચમચી ગુલાબની સુકી પાદળી
  12. # પન્નાકોટા માટે
  13. 2 કપ દૂધ
  14. 3 મોટી ચમચી ખાંડ
  15. 2 ચમચી અગરઅગર
  16. 2 ચમચી રુહઅફઝા
  17. 1 લીંબુ નો રસ

સૂચનાઓ

  1. 1. સૌ પ્રથમ મસાલા ને મિક્સર માં પીસી ઝીણો પીસી લો
  2. 2. એક કડાઈ માં દૂધ ને ગરમ કરવા મુકો દૂધ નો ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખીને 2 મિનિટ ઊકળવા દો
  3. 3. દૂધ માં પલારેલું  અગરઅગર નાખીને જ્યાં સુધી અગરઅગર ઓગરી ના જાય ત્યાં સુધી દૂધ ને ઉકારવું 
  4. 4. ગેસ બંધ કરી દૂધ ને ગાળી લેવું દૂધ ઠંડુ થાય એટલે એમાં 3 ચમચી ઠંડાઈનો મસાલો મિક્સ કરી જે મોલ્ડ માં સેટ કરવાનું હોય તેમાં નાખીને ફ્રીજ માં 4 કલાક માટે સેટ થવા દેવું
  5. 5. રુહઅફઝા માં 1/2 કપ પાણી નાખી ને મિક્સ કરો તેમાં નીબું નો રસ નાખીને મિક્સ કરી ફ્રીજ માં ઠંડુ કરવું
  6. 6. 4 કલાક પછી પન્નાકોટા ને અનમોલ્ડ કરી જે ડીશ માં સર્વ કરવું હોય તે ડીશ માં મૂકી ઉપર થી રુહઅફઝા નાખીને ગુલાબની પાંદળી ને કેસર થી ગાર્નીસ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું ..,

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર