હોમ પેજ / રેસિપી / ક્રિમી મેંગો વફલ્સ

Photo of Creamy mango waffles by Urvashi Belani at BetterButter
423
4
0.0(0)
0

ક્રિમી મેંગો વફલ્સ

Jul-17-2018
Urvashi Belani
150 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિમી મેંગો વફલ્સ રેસીપી વિશે

આ રેસીપી માં મેંગો ફ્લેવર ના વફલ્સ બનાવ્યા છે અને મેંગો માન્યા ક્રીમ બનાવી તેને ફ્રીઝ માં સેટ કરી તેનાથી ટોપિંગ કર્યું છે.

રેસીપી ટૈગ

  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. મેંગો માન્યા ક્રીમ માટે:
  2. 1/2 કપ દૂધ
  3. 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  4. 1/2 કપ મિલ્ક પાવડર
  5. 1 કપ વ્હિપડ ક્રીમ
  6. 1/2 કપ મેંગો પલ્પ
  7. 2 ટેબલ સ્પૂન મેંગો ના નાના ટુકડા
  8. 1/2 ટી સ્પૂન મેંગો એસેન્સ
  9. 1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  10. વફલ્સ માટે:
  11. 11/2 કપ મેંદો
  12. 1 કપ દળેલી ખાંડ
  13. 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  14. 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  15. 1/2 કપ મિલ્ક પાવડર
  16. 1/2 કપ તેલ/ મલાઈ
  17. 1/2ટી સ્પૂન મેંગો એસેન્સ
  18. 11/2 કપ મેંગો શેક( 1/2 કપ મેંગો ના ટુકડા+1કપ દૂધ+2 ચમચી ખાંડ)
  19. સજાવટ માટે:
  20. ચેરી
  21. ચોકલેટ સોસ
  22. મેંગો સ્લાઈસ

સૂચનાઓ

  1. મેંગો માન્યા ક્રીમ બનાવવા માટે દૂધ ને ઉકળવા મુકો પછી ઉભરો આવે ત્યારે મિલ્ક પાવડર નાખી ગેસ બંધ કરી દો, રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિક્સ કરો.
  2. વ્હિપડ ક્રીમ માટે ક્રિમ ને બીટર ની સહાયતા વડે 10 થી15 મિનિટ માટે વ્હિપ કરો
  3. દૂધ વાળા મિશ્રણ માં ક્રિમ,મેંગો પલ્પ,ઈલાયચી પાવડર, એસેન્સ અને મેંગો ટુકડા નાખી મિક્સ કરી ફ્રીઝર માં સેટ થવા મૂકી દો.
  4. વફલ્સ માટે મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ,ખાંડ, મિલ્ક પાવડર નાખી મિક્સ કરો. મેંગો શેક નાખી બરાબર મિક્સ કરો. એસેન્સ નાખી બરાબર હલાવો.
  5. આ મિશ્રણ ને વફલ્સ મોલ્ડ માં નાખી,પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી બેક કરો.
  6. તૈયાર છે મેંગો વફલ્સ.
  7. આ મેંગો વફલ્સ પર મેંગો માન્યા ક્રિમ મૂકી,ચેરી, ચોકલેટ સોસ,મેંગો સ્લાઈસ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર