હોમ પેજ / રેસિપી / ટૂટી ફ્રુટી હોટ મિલ્ક કેક

Photo of Tutti fruti hot milk cake by Dimpal Patel at BetterButter
524
4
0.0(0)
0

ટૂટી ફ્રુટી હોટ મિલ્ક કેક

Jul-17-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટૂટી ફ્રુટી હોટ મિલ્ક કેક રેસીપી વિશે

આ કેક મિલ્કમેઇડનો ઉપયોગ કર્યા વિના પણ ખૂબ જ મુલાયમ બને છે. તેમાં દહીં અને ગરમ દૂધ વાપર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. મેંદો - ૧ કપ
  2. દહીં - ૧/૨ કપ
  3. ગરમ દૂધ - ૧/૨ કપ
  4. મિલ્ક પાવડર - ૨ મોટી ચમચી
  5. દળેલી ખાંડ - ૧/૨ કપ
  6. બેકીંગ પાવડર - ૧ નાની ચમચી
  7. બેકીંગ સોડા - ૧/૨ નાની ચમચી
  8. વેનીલા એસન્સ - ૧ નાની ચમચી
  9. ટૂટી ફ્રુટી - ૧/૪ કપ
  10. બટર - ૧/૨ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં દહીં , બેકીંગ સોડા અને ખાંડ મિક્સ કરીને ૫ થી ૭ મિનિટ માટે ઢાંકી દો.
  2. મેંદો , મિલ્ક પાવડર અને બેકીંગ પાવડર ને ૩ વાર ચાળી લેવો.
  3. ટૂટી ફ્રુટી માં ૧ નાની ચમચી મેંદો મિક્સ કરવો.
  4. ઓવનને ૧૮૦℃ પર ૧૦ મિનિટ માટે પ્રિ- હિટ કરવા મૂકવું. કેક ટીન માં બટર લગાડીને તૈયાર કરવું.
  5. બટર ને દહીં સાથે ફેંટી લેવું.
  6. હવે દહીંના મિશ્રણમાં થોડો થોડો મેંદો મિક્સ કરવો.
  7. પછી તેમાં ગરમ દૂધ મિક્સ અને વેનીલા એસન્સ મિક્સ કરવું.
  8. ત્યારબાદ તેમાં ટૂટી ફ્રુટી ઉમેરી બેટર તૈયાર કરવું.
  9. આ બેટરને કેક ટીન માં ભરવું. ઉપરથી થોડી ટૂટી ફ્રુટી ભભરાવવી. કેક ટીનને થોડું ઠોકવું.
  10. કેક ટીન ને પ્રિ હીટેડ ઓવનમાં મૂકીને ૨૫ - ૩૦ મિનિટ બેક કરવુ .
  11. ૨૫ મિનિટ પછી ટૂથપીક નાંખી ને ચેક કરવી. જો ટૂથપીક ચોખ્ખી નીકળે તો તમારી કેક તૈયાર છે.
  12. ઓવન માંથી કાઢ્યા પછી બરાબર ઠંડી પડે પછી જ કાપવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર