Open in app

ટૂટી ફ્રુટી હોટ મિલ્ક કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Dimpal Patel17th Jul 2018

Tutti fruti hot milk cake ના વિશે

Ingredients to make Tutti fruti hot milk cake in gujarati

  • મેંદો - ૧ કપ
  • દહીં - ૧/૨ કપ
  • ગરમ દૂધ - ૧/૨ કપ
  • મિલ્ક પાવડર - ૨ મોટી ચમચી
  • દળેલી ખાંડ - ૧/૨ કપ
  • બેકીંગ પાવડર - ૧ નાની ચમચી
  • બેકીંગ સોડા - ૧/૨ નાની ચમચી
  • વેનીલા એસન્સ - ૧ નાની ચમચી
  • ટૂટી ફ્રુટી - ૧/૪ કપ
  • બટર - ૧/૨ કપ

How to make Tutti fruti hot milk cake in gujarati

  1. એક બાઉલમાં દહીં , બેકીંગ સોડા અને ખાંડ મિક્સ કરીને ૫ થી ૭ મિનિટ માટે ઢાંકી દો.
  2. મેંદો , મિલ્ક પાવડર અને બેકીંગ પાવડર ને ૩ વાર ચાળી લેવો.
  3. ટૂટી ફ્રુટી માં ૧ નાની ચમચી મેંદો મિક્સ કરવો.
  4. ઓવનને ૧૮૦℃ પર ૧૦ મિનિટ માટે પ્રિ- હિટ કરવા મૂકવું. કેક ટીન માં બટર લગાડીને તૈયાર કરવું.
  5. બટર ને દહીં સાથે ફેંટી લેવું.
  6. હવે દહીંના મિશ્રણમાં થોડો થોડો મેંદો મિક્સ કરવો.
  7. પછી તેમાં ગરમ દૂધ મિક્સ અને વેનીલા એસન્સ મિક્સ કરવું.
  8. ત્યારબાદ તેમાં ટૂટી ફ્રુટી ઉમેરી બેટર તૈયાર કરવું.
  9. આ બેટરને કેક ટીન માં ભરવું. ઉપરથી થોડી ટૂટી ફ્રુટી ભભરાવવી. કેક ટીનને થોડું ઠોકવું.
  10. કેક ટીન ને પ્રિ હીટેડ ઓવનમાં મૂકીને ૨૫ - ૩૦ મિનિટ બેક કરવુ .
  11. ૨૫ મિનિટ પછી ટૂથપીક નાંખી ને ચેક કરવી. જો ટૂથપીક ચોખ્ખી નીકળે તો તમારી કેક તૈયાર છે.
  12. ઓવન માંથી કાઢ્યા પછી બરાબર ઠંડી પડે પછી જ કાપવી.

Reviews for Tutti fruti hot milk cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tutti fruti hot milk cake in gujarati