હલવાસન | Halwasan Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  17th Jul 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Halwasan by Bharti Khatri at BetterButter
હલવાસનby Bharti Khatri
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

6

1

હલવાસન વાનગીઓ

હલવાસન Ingredients to make ( Ingredients to make Halwasan Recipe in Gujarati )

 • ૧ લિટર દૂધ
 • ૩ ચમચી દહીં
 • ૨ ચમચા બાવળિયો ગુંદર
 • ૪ ચમચા ઘઉંનો કકરો લોટ
 • ૩૦૦ ગ્રામ ખાંડ
 • એલચી ૪-૫
 • ૧/૨ જાયફળ
 • ચારોળી જરૂર મુજબ
 • બદામ ૫-૬
 • ર જાવંત્રી
 • કેસર ના તાંતણા

How to make હલવાસન

 1. પહેલા બધી સામગ્રી એકઠી કરવી.
 2. હવે ગુંદર ને અધકચરો ખાંડવો.
 3. એલચી,જાયફળ, જાવંત્રી અને કેસર ને ખાંડી નાખવા.
 4. આ રીતે ખાંડી ને તૈયાર કરવા.
 5. દૂધ ને ઉકળવા મુકવું.
 6. હવે દહી લેવુ.
 7. ઉકળતા દુધ મા ૩ ચમચા દહી મિક્સ કરો અને દુધ ને ફાટવા દો.
 8. હવે ૨ ચમચી જેટલું ઘી કડાઈ મા મૂકી ગુંદર શેકવો. તે એકદમ ફૂલીને સફેદ થાય એટલે ફાટેલા દૂધ મા મિક્સ કરી હલાવતા રહેવુ.
 9. હવે ૩ થી ૪ ચમચા ઘી કડાઈ માં મૂકી ઘઉંનો કકરો લોટ ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવો. તેને પણ ફાટેલા દૂધ મા નાખીને હલાવતા રહેવુ.
 10. આ રીતે શેકેલો ગુંદર અને શેકેલો લોટ મિકસ કરી હલાવતા રહેવુ.
 11. હવે ૩૦૦ ગ્રામ ખાંડ માથી ૧૫૦ ગ્રામ ખાંડ મિશ્રણ જે છે એમા મિક્સ કરવુ. અને બીજી ૧૫૦ ગ્રામ ખાંડ કડાઈ મા શેકવી.
 12. ખાંડ શેકીને બ્રાઉન કલરનું લિક્વિડ થાય એટલે દુધ મા મિક્સ કરવુ
 13. હવે ખાંડ ના લિક્વિડ મા મિશ્રણ મિક્સ કરવાથી આ રીતે કલર થશે.
 14. આ રીતે મિશ્રણ જાડું થાય એટલે ઈલાયચી, જાયફળ, જાવંત્રી અને કેસર ખાંડેલા મિક્સ કરવુ.
 15. હવે એકદમ જાડું થાય અને તાવેથા ને ચોટે નહી એટલે ગેસ બંધ કરી ઠરવા દેવુ.
 16. હવે ગોળા વાળી પેટીસ જેવો આકાર આપી બદામ ની કાતરી કરી અને ચારોળી તેના પર દબાવી સજાવુ.

My Tip:

ખાંડ માપ થી લેશો તો હલવાસન સરસ થશે.

Reviews for Halwasan Recipe in Gujarati (1)

Krupa Shaha year ago

ખુબજ સરસ છે.
જવાબ આપવો
Bharti Khatri
a year ago
ખૂબ ખૂબ આભાર..:sparkling_heart::sparkling_heart:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ