હોમ પેજ / રેસિપી / ઝટપટ કલાકંદ

Photo of Instant Kalakand by Dimpal Patel at BetterButter
645
3
0.0(0)
0

ઝટપટ કલાકંદ

Jul-17-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ કલાકંદ રેસીપી વિશે

આ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય તેવી મીઠાઈ છે. અચાનક મહેમાન આવી જાય તો જલ્દીથી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર - ૨ કપ
  2. મિલ્કમેઇડ - ૧ ટીન
  3. મિલ્ક પાવડર - ૨ મોટી ચમચી
  4. એલચીનો પાવડર - ૧/૨ નાની ચમચી
  5. કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  6. ઘી - ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. પનીરને હાથથી ભાંગી નાખવું. એક થાળીમાં ઘી લગાડી દેવું.
  2. એક નોનસ્ટિક પેનમાં પનીર , મિલ્ક પાવડર અને મિલ્કમેઇડ મિક્સ કરીને ગરમ કરવા મૂકવું.
  3. મીડિયમ ગેસ પર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાંસુધી થવા દેવું.
  4. પછી તેમાં કાપેલી બદામ અને એલચીનો પાવડર મિક્સ કરવો.
  5. જ્યારે મિશ્રણ પેણીની ધાર છોડી દે ત્યારે ગેસ પર થી ઉતારી લેવું.
  6. પછી તેને ઘી લગાડેલી થાળીમાં પાથરી દેવું. ઉપર કાપેલી બદામ નાંખવી.
  7. ઠંડુ પડે પછી ટુકડા કાપી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર