Photo of FAJETO by Kamal Thakkar at BetterButter
396
0
0.0(0)
0

ફજેતો

Jul-17-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફજેતો રેસીપી વિશે

ફજેતો આપડા ગુજરાત નું પ્રસિદ્ધ વ્યંજન છે જે કેરી ની સીઝન માં કેરી ના રસ ને પુરી સાથે બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. દહીં ૧ કપ
  2. કેરી નો રસ/પલ્પ ૧/૪ કપ
  3. પાણી ૨ કપ
  4. બેસન ૧ ટેબલ સ્પૂન
  5. આદુ ૧ ઇંચ
  6. લીલું મરચું ૧
  7. ગોળ ૧ ટેબલ સ્પૂન
  8. હળદર-૧/૨ ટી સ્પૂન
  9. સૂંઠ ૧/૨ ટી સ્પૂન
  10. મીઠું સ્વાદાનુસાર
  11. વઘાર માટે:
  12. તેલ/ઘી ૧ ટેબલ સ્પૂન
  13. જીરું ૧ ટી સ્પૂન
  14. હિંગ ૧/૪ ટી સ્પૂન
  15. સૂકા લાલ મરચાં ૨
  16. તજ ૧ કટકો
  17. લવિંગ ૨
  18. કરી પત્તા ૮-૧૦

સૂચનાઓ

  1. એક મોટા બોલ માં દહીં,બેસન,કેરી નું પલ્પ અને પાણી લઈને બ્લેન્ડ કરો.
  2. એમાં મીઠું,હળદર અને આદુ મરચા ફૂટીને નાખો.સૂંઠ અને ગોળ પણ નાખો.
  3. એક કડાઈ માં ઘી લઈને ગરમ કરો.
  4. ગરમ થાય એટલે રાય,જીરું નાખો.
  5. તતળી જાય એટલે,લવિંગ,તજ, લાલ મરચાં,વુરી પત્તા નાખો.
  6. હિંગ નાખો અને પછી દહીં વાળું મિશ્રણ નાખો.
  7. આ મિશ્રણ ને ધીમા તાપે ઉકળવા ડો.વચ્ચે હલાવતા રહેવું.
  8. ૧૦-૧૨ મિનિટ માં ફજેતો તૈયાર થઈ જશે.
  9. ગરમ ફજેતો રસ પુરી ને ભાત જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર