હોમ પેજ / રેસિપી / કલરફૂલ દહીંવડા

Photo of Colourful Dahivada by Rani Soni at BetterButter
390
4
0.0(0)
0

કલરફૂલ દહીંવડા

Jul-17-2018
Rani Soni
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલરફૂલ દહીંવડા રેસીપી વિશે

દહીંવડા અે ભારત માં બહુ પ્રસિદ્ધ છે તેમજ હેલ્ધી રેસીપી છે.અહીં મે દહીં માં જુદા-જુદા ફલેવર નો ઉપયોગ કરી ને કલરફુલ દહીંવડા બનાવેલ છે તો તમે પણ બનાવો આ સ્વાદિષ્ટ અને તાજી વાનગી જેને સૌ વધુ પસંદ કરશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3/4 કપ અડદની દાળ
  2. 1 લીલું મરચું
  3. 1 ઈંચ આદું
  4. મીઠું જરુર મુજબ
  5. તેલ તળવા
  6. 1 કપ દહીં ફીણેલું
  7. 1 ચમચી લીલી ચટણી
  8. 1 ચમચી આંબલી ની ચટણી
  9. 1 નાની ચમચી બીટ નો રસ
  10. 1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
  11. મીઠું જરુર મુજબ
  12. 1/4 નાની ચમચી શેકેલું જીરુ
  13. 1/2 ચમચી દળેલી ખાંડ
  14. 1 ચમચી કોથમીર
  15. 1 ચમચી ઝીણી સેવ
  16. 3 નંગ કાજુ

સૂચનાઓ

  1. 3 કલાક પહેલા અડદની દાળને પાણી માં પલાળી દો.
  2. ત્યારબાદ મિક્સરમાં લીલું મરચું,આદું સાથે વાટી લો અને મીઠું નાંખો.
  3. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
  4. તળેલા વડાને નવસેકા પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને પાણી માંથી કાઢી લો.
  5. હવે દહીં ના 4 ભાગ કરો
  6. 1 ભાગ માં લીલી ચટણી ઉમેરો
  7. 2 ભાગ માં આંબલી ની ચટણી ઉમેરો
  8. 3 ભાગ માં બીટ નો રસ ઉમેરો
  9. 4 ભાગ સાદા દહીં માં મીઠું અને દળેલી ખાંડ નાંખો
  10. વડાને ને ડીશ માં લઈ બનાવેલ બધા ફલેવર નાં દહીં મૂકી
  11. લાલ મરચુ, સેકેલા જીરાનો પાવડર, મીઠું ,કોથમીર ઝીણી સેવ ,કાજુ મૂકી કલરફૂલ દહીંવડા સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર