નવાબી પનીર | Nawabi paneer Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  17th Jul 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Nawabi paneer by Purvi Modi at BetterButter
નવાબી પનીરby Purvi Modi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

1

નવાબી પનીર વાનગીઓ

નવાબી પનીર Ingredients to make ( Ingredients to make Nawabi paneer Recipe in Gujarati )

 • પનીર ના ટુકડા ૨૦૦ ગ્રામ
 • ડુંગળી ૩
 • લસણની કળી ૭-૮
 • કાજુ ૮-૧૦
 • બદામ ૬-૭
 • મગસ્તળી ૨ ટેબલસ્પૂન
 • મોળું ઘટૃ દહીં ૧/૨ કપ
 • દૂધ ૧ કપ
 • કેસરના તાંતણા ૮-૧૦
 • મીઠું સ્વાદ અનુસાર
 • વાટેલા કાળા મરી ૧ ટીસ્પૂન
 • કસૂરી મેથી ૧ ટેબલસ્પૂન
 • ઘી ૬-૭ ટેબલસ્પૂન
 • જીરૂ ૧ ટીસ્પૂન
 • મોટી ઈલાયચી ૧
 • નાની ઈલાયચી ૨
 • તજનાં નાના ટુકડા ૨
 • લવિંગ ૨
 • તમાલપત્ર ૧
 • મોટા સમારેલા લીલાં મરચાં ૪
 • ગુલાબ જળ અથવા કેવડા જળ ૧ ટીસ્પૂન

How to make નવાબી પનીર

 1. સૌપ્રથમ દૂધ માં કેસર મિક્સ કરો બદામ ને ગરમ પાણીમા ૮-૧૦મિનિટ પલાળીને તેના છાલ કાઢી લો. એક કઢાઈમાં લગભગ ૧ કપ પાણી ઊકળવા મૂકવું. તેમાં સમારેલી ડુંગળી, કાજુ, ફોલેલી બદામ, મગસ્તળી અને લસણ ઉમેરીને ૫-૭ મિનિટ સુધી બાફી લો.
 2. ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો.
 3. એક કઢાઈમાં ઘી ગરમ કરો.
 4. તેમાં જીરું ઉમેરો.
 5. તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, મોટી ઈલાયચી, નાની ઈલાયચી તથા લીલા મરચાં ઉમેરો.
 6. સહેજ સાંતળો.પછી તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો.
 7. ધીમા તાપે તેને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
 8. ત્યારબાદ તેમાં ઘટૃ દહીં ઉમેરીને બરાબર સાંતળો.
 9. હવે તેમાં કેસર વાળું દૂધ ઉમેરો.
 10. સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલા કાળા મરી, ગુલાબ જળ તથા કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્ષ કરો.
 11. ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ સુધી થવા દો
 12. હવે તેમાં પનીર ના પીસ ઉમેરો.
 13. તૈયાર છે સ્વાદિષ્ટ નવાબી પનીર. તેને પરોઠાં કે નાન સાથે પરોસો.

My Tip:

ધીમા તાપે કરવી.ગુલાબ જળ કે કેવડા જળ વગર પણ ટેસ્ટી લાગે છે.

Reviews for Nawabi paneer Recipe in Gujarati (1)

Neelam Barota year ago

સ્વાદિષ્ટ
જવાબ આપવો
Purvi Modi
a year ago
ખૂબ ખૂબ આભાર

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો