હોમ પેજ / રેસિપી / પંજાબી કઢી પકોડા

Photo of Punjabi Kadhi pakoda by Nitu Sharma at BetterButter
575
2
0.0(0)
0

પંજાબી કઢી પકોડા

Jul-18-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી કઢી પકોડા રેસીપી વિશે

આ કઢી માં મિક્સ શાક ના પકોડા બનાવેલા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મોટી વાડકી દહી
  2. ૧ મોટી ચમચી ચણા નો લોટ.
  3. નાના સમયેરેલા બટાકા,ડુંગળી,શિમલા મિર્ચ.
  4. અજમો..૧/૨ ચમચી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. આખા લાલ મરચાં..૩
  7. હળદળ..૧ ચમચી
  8. લાલ મરચાં પાઉડ..૨ ચમચી
  9. રાઈ..૧ ચમચી
  10. મેથી દાણા..૧ ચમચી
  11. હીંગ પાઉડર..એક ચપટી
  12. સરસો નો તેલ..
  13. આદુ,લસણ પેસ્ટ..૧ ચમચી
  14. લીલા મરચા..૨
  15. જીરું પાઉડર..૧/૨ ચમચી
  16. ગરમ મસાલો..૧/૨ ચમચી
  17. કોથમીર
  18. ઘી..૧ ચમચી
  19. કરી પત્તા

સૂચનાઓ

  1. દહીં માં થોડું પાણી મિક્સ કરીને સારી રીતે ચલાવી લો.
  2. દહીં માં બેસન,મીઠું,હળદળ ઉમેરો અને મિક્સ કરો.
  3. એક મોટી કડાઈ લો અને તેલ ઉમેરો.
  4. તેલ ગરમ થાયએટલે રાઈ,હીંગ,કરી પત્તા,હળદળ,આખા મરચા,મરચા પાઉડર ઉમેરો.
  5. હવે દહીં નાખો અને મિક્સ કરો.
  6. દહીં ને ઉકાળવા દો.આદુ,લસણ નું પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.
  7. દહીં ઉકળે તો ગેસ ઓછો કરો.
  8. હવે બીજા વાસણ માં સમાયેલા ડુંગળી,શિમલા મરચા,અને બટાકા સાથે બેસન ને મિક્સ કરો.
  9. થોડું પાણી ઉમેરો,મીઠું,મરચા અને અજમો મિક્સ કરો.
  10. તેલ ગરમ કરીને ભજીયા તળી લો.
  11. કઢી ઉકળી જાએ તો ભજીયા મિક્સ કરો.
  12. છેલ્લે ઘી ગરમ કરીને લાલ મરચા પાઉડર ઘી માં એડ કરો.
  13. આ મરચા વાળું ઘી કાઢી માં મિક્સ કરો અને નાની સમયેરેલી કોથમીર મિક્સ કરો.
  14. પંજાબી કઢી પકોડા તૈયાર છે,ભાત અથવા રોટલી સાથે ખાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર