હોમ પેજ / રેસિપી / દૂધ અને મધ બ્રેડ

Photo of Milk and Honey Bread by Rhiya Haldar at BetterButter
445
3
0.0(0)
0

દૂધ અને મધ બ્રેડ

Jul-18-2018
Rhiya Haldar
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ અને મધ બ્રેડ રેસીપી વિશે

સવાર નાં નાસ્તા ને થોડો હેલ્થી બનાવી લઈએ આ દૂધ અને મધ થી બનેલા બ્રેડ થી, જેમાં ટેસ્ટ એડ કરવા મેં ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રુટ ના પલ્પ નાંખ્યા છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 8

  1. દૂધ 300 મિલી હૂંફાળું
  2. યીસ્ટ 8 ગ્રામ
  3. ઘઉં નો લોટ 4 કપ
  4. મધ 1 મોટી ચમચી
  5. માખણ 1 મોટી ચમચી પીઘળેલું
  6. નમક 1 નાની ચમચી
  7. ડ્રાય ફ્રૂટસ 2 મોટી ચમચી (તમારી પસંદ ના)
  8. મેંગો અને સ્ટરોબેરી પલ્પ 1 મોટી ચમચી (ઑપશનલ)

સૂચનાઓ

  1. એક મોટાં વાસણ માં દૂધ લઈ એમાં યીસ્ટ નાંખો. 5 મિનિટ રહેવા દો.
  2. હવે એમાં બધી જ સામગ્રી નાંખી ને નરમ મુલાયમ લોટ બાંધો.
  3. હવે લોટ ને કોટન કપડાં થી 2 કલાક માટે ઢાંકી દો.
  4. બ્રેડ ના પેન ને માખણ અથવા તેલ થી ગ્રીસ કરો.
  5. એમાં આ લોટ ને સેટ કરીને મૂકી દો.
  6. પ્રિહિટેડ ઓવેન માં બ્રેડ ને 180 ડિગ્રી એ 25 થી 30 મિનિટ માટે બેક કરો.
  7. ટૂથપિક નાખીને ચેક કરો. જો જરૂર પડે તો 5 મિનિટ વધુ બેક કરી લો.
  8. દૂધ અને મધ માંથી બનેલો બ્રેડ રેડી છે.
  9. એના પીસીસ કરીને હોટ ચાય ચોકલેટ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર