હોમ પેજ / રેસિપી / રસીલા મુઠીયા કરી

Photo of Rasila Muthiya Curry by Bharti Khatri at BetterButter
1407
4
0.0(0)
0

રસીલા મુઠીયા કરી

Jul-18-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસીલા મુઠીયા કરી રેસીપી વિશે

આપણે જુદી જુદી રીતે મુઠીયા બનાવીએ છે જેમકે દૂધી મુઠીયા, મેથી મુઠીયા, કોબીજ મુઠીયા. આજે થોડી અલગ રીતે દહી,બેસન અને ભાત થી મુઠીયા બનાવેલ છે. દહી થી કરી બનાવેલી છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૦૦ ગ્રામ દહીં
  2. ૪ કપ ભાત
  3. ૧કપ બેસન
  4. ૧ ચમચો ઘઉંનો કકરો લોટ
  5. ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  6. ૧ ચમચો આદુ લીલામરચા વાટેલા
  7. ૧ ચમચી હીંગ
  8. ૧/૨ ચમચી બેકિંગ સોડા
  9. ૧ ચમચી હળદર
  10. ૧/૨ ચમચી અજમો
  11. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  12. ૧ ચમચી ખાંડ
  13. ૧/૨ કપ તેલ
  14. સ્વાદમુજબ મીંઠુ

સૂચનાઓ

  1. રાધેંલા ભાત લો.
  2. હવે એક બાઉલ મા ભાત,ઘઉંનો કકરો લોટ, મીંઠુ, અજમો, હળદર, હીંગ, ખાંડ, ઝીણી કાપેલી કોથમીર, બેકિંગ સોડા, તેલ બધુ બરાબર મિક્સ કરો.
  3. આ રીતે મિશ્રણ તૈયાર કરો.
  4. આ રીતે મુઠીયા તૈયાર કરો.
  5. હવે વાટકી મા લાલ મરચું પાઉડર ,હળદર અને મીંઠુ લો.
  6. તેમા થોડું પાણી ભેળવી બરાબર મિક્સ કરો.
  7. હવે તેલ ગરમ કરી તેમા રાઈ જીરુ તટડાવી લેવુ અને હીંગ નાખવી.
  8. હવે વાટકી મા તૈયાર કરેલ મિશ્રણ લાલ મરચું પાઉડર, હળદર,મીંઠુ તે તેલ મા મિક્સ કરો.
  9. હવે દહીં લો.
  10. હવે મિશ્રણ ઉકળવા લાગે એટલે દહીં મા થોડુંક પાણી મિક્સ કરો.
  11. હવે ઉકળતા મિશ્રણ મા દહીં મિક્સ કરી ઉકાળવુ.
  12. હવે તેમા બનાવેલ મુઠીયા નાખીને મુઠીયા ચઢી જાય ત્યા સુધી થવા દો.
  13. હવે મુઠીયા ચઢી જાય એટલે તેમા ઝીણી ઝીણી કાપેલી કોથમીર થી સજાવો.
  14. હવે તૈયાર ગરમા ગરમ રસીલા મુઠીયા કરી ની મજા મણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર