હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની કોફી આઈસ્ક્રીમ

Photo of Ate ki ice-cream by Apeksha's Kitchen at BetterButter
878
3
0.0(0)
1

ઘઉં ના લોટ ની કોફી આઈસ્ક્રીમ

Jul-18-2018
Apeksha's Kitchen
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની કોફી આઈસ્ક્રીમ રેસીપી વિશે

આ આઈસ્ક્રીમ એકદમ બજારમાં મળતા આઈસ્ક્રીમ જેવીજ લાગે છે. અને આ આઈસ્ક્રીમ નું એક હેલ્થી ઓપ્શન પણ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લિટર દૂધ
  2. 1/2 વાટકી ખાંડ
  3. 1/2 વાટકી ઘઉં નો લોટ
  4. 2 ચમચી મિલ્ક પાવડર
  5. 1 1/2 ચમચી કોકો પાવડર
  6. 1 ચમચી કોફી પાઉડર

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધ માથી એક કપ દૂધ અલગ કાઢીલો અને બાકીના દૂધને ગરમ કરવા માટે મુકો.
  2. એક ઉભરો આવે એટલે તેમા ખાંડ નાખીને બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
  3. બીજી બાજુ એક વાટકી મા ઘઉં નો લોટ લઈ તેમાં મિલ્ક પાવડર એડ કરો. અલગ કાઢીને રાખેલું એક કપ દૂધ તેમાં ઉમેરો અને તેની પાતળી પેસ્ટ બનાવો.
  4. દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ઘઉં ના લોટ ની પેસ્ટ ઉમેરી સતત હલાવતા રહો.
  5. દૂધ એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ઠંડું થવાદો.
  6. ઠંડુ થાય એટલે તેને એક મિક્સરજાર માં લઈલો તેમાં કોકો પાવડર, કોફી પાઉડર અને ચોકલેટ સિરપ નાખી 5 મિનિટ ફેરવીલો.
  7. અવે તેને એક એરટાઈટ કન્ટેનર મા કાઢીને ફ્રીઝર માં સેટ કરવા માટે મુકો.
  8. 5,6 કલાક પછી આઈસ્ક્રીમ ને કાઢી તેને ફરીથી એક વાર મિક્સરમાં ફેરવીલો અને કન્ટેનરમા કાઢીલો. અને સેટ થવા માટે ફ્રીઝર માં મુકો.
  9. 6,7 કલાક બાદ એક બાઉલમાં કાઢી ઉપરથી મનપસંદ ડેકોરેશન નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર