હોમ પેજ / રેસિપી / ખજૂર અને બદામ કેક

Photo of Dates and Almond Hot Milk Cake by Ankita Tahilramani at BetterButter
670
2
0.0(0)
0

ખજૂર અને બદામ કેક

Jul-18-2018
Ankita Tahilramani
10 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર અને બદામ કેક રેસીપી વિશે

આ કેક બનાવા ની રીત મારા માતા પાસે શીખેલી છે. એક દમ નરમ અને સ્વાદિષ્ટ કેક તૈયાર થાય છે. આ રીત ની વિશેષતા એ છે કે બાકી બધી રીત ની જેમ એક એક સામગ્રી અલગ થી નથી ભેળવી પડતી. બધું એક સાથે નાખી ને બ્લેન્ડર ફેર્વેલું છે. સમય ની ઘણી બચત થાય છે.

રેસીપી ટૈગ

  • ઇસ્ટર
  • આસાન
  • ભારતીય
  • બેકિંગ
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 એન્ડ 1/2 કપ મેંદો
  2. બદામ 12-13 નંગ
  3. 16-17 બી વગર ની કાળી ખજૂર
  4. 1 કપ દૂધ
  5. 1 કપ ખાંડ
  6. 6 ટેબલ સ્પૂન સફેદ માખણ
  7. 2 નંગ ઈંડા
  8. 1 ટી સ્પૂન વેનીલા એસસેંસ
  9. 2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  10. 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા

સૂચનાઓ

  1. સૌથી પહેલા ખજૂર, બદામ અને ખાંડ ને 3-4 મિનીટ એક કપ દૂધ મા ઉકાળી ને નરમ થવા દો અને તેને બ્લેન્ડર ફેરવી દો અને પેસ્ટ તૈયાર કરો.
  2. હવે એક મોટા તપેલા માં બટર, ઈંડા, ખજૂર અને બદામ ની ગરમ પેસ્ટ નાખો .
  3. હવે એમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મેંદો નાખો અને બ્લેન્ડર ફેરવો જયાં સુધી ફૂલાવ જેવૂ ના થાય.
  4. હવે એમા એસસેંસ નાખો અને ગોલ ગોલ ફેરવો.
  5. હવે એક તરફ ઈડલી સ્ટીમર ગેસ પર ધીમી આંચ પર પ્રિ હીટ થવા મૂકો.
  6. બીજી તરફ જે માઉલડ માં કેકૈ બનાવી હોય તેમાં બધી બાજુ અને તળિયા મા તેલ ચોપડો, પછી એનાં પર મેંદો છટકો.
  7. હવે તૈયાર થયેલ બેટર તરત એ માઉલડ માં નાખી દો.
  8. માઉલડ ને પૂર્વ ગરમ કરેલા ઇડલી સ્ટીમર માં 50 મિનીટ બેક કરવા મુકી દો. ધ્યાન રાખવું આમાં નીચે ડીશ સિવાય કાંઇ જ઼ નથી મૂકેલું.
  9. માઉલડ ને બહાર એક દમ ઠંડું થવા દો અને પછી કેકૈ ને એક સપાટી પ્લેટ મા કાઢો એને કાપી ને એનો આનંદ લ્યો.
  10. તૈયાર છે તમારો કેકૈ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર