હોમ પેજ / રેસિપી / Methi paneer bhurji

Photo of Methi paneer bhurji by Kamal Thakkar at BetterButter
816
0
5.0(0)
0

Methi paneer bhurji

Jul-18-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર ૨૦૦ ગ્રામ
  2. મેથી ૧ કપ
  3. તેલ ૧ ટેબલ સ્પૂન
  4. જીરું ૧ ટી સ્પૂન
  5. હિંગ ૧/૪ ટી સ્પૂન
  6. લસણ ૫-૬ કળી
  7. આદુ ૧ ઇંચ
  8. લીલું મરચું ૧
  9. ડુંગળી ૧
  10. ટામેટા ૧
  11. મીઠું સ્વાદાનુસાર
  12. હળદર ૧/૨ ટી સ્પૂન
  13. લાલ મરચું ૧ ટી સ્પૂન
  14. ધાણાજીરું ૧ ટી સ્પૂન
  15. ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  16. કસૂરી મેથી ૧ ટી સ્પૂન
  17. મલાઈ ૨ ટેબલ સ્પૂન
  18. કોથમીર

સૂચનાઓ

  1. પેન માં એક ટેબલ સ્પૂન તેલ લો અને ગરમ થાય એટલે જીરું ઉમેરો.
  2. હિંગ નાખો અને બારીક સમારેલા લસણ,મરચું અને આદુ નાખો.
  3. એક બે મિનિટ સાંતળો અને બારીક સમારેલી ડુંગળી નાખો.
  4. ૨-૩ મિનિટ સાંતળો અને પછી ટામેટા નાખીને હલાવો.
  5. સમારેલી મેથી,મીઠું અને હળદર પણ ઉમેરો.
  6. બધું મિક્સ કરીને ૪-૫ મિનિટ ચડવા દો.પછી માસળેલું પનીર નાખો.લાલ મરચું,ધાણાજીરું અને ગરમ મસાલો પણ ઉમેરો.
  7. ૨-૩ મિનિટ બધું મિક્સ કરીને ચડવા દો પછી ૨ ચમચી મલાઈ અને કસૂરી મેથી નાખો.
  8. મિક્સ કરીને ગેસ બંદ કરી દો.કોથમીર નાખીને ગરમાગરમ રોટલી,પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર