Open in app

જૈસેલમેરી કાલે ચને કી કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar18th Jul 2018

Jaisalmeri kaale chane ki kadhi ના વિશે

Ingredients to make Jaisalmeri kaale chane ki kadhi in gujarati

  • દહીં ૧ કપ
  • કાળા ચણા ૧/૨ કપ
  • પાણી ૨ કપ
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું ૧ ટી સ્પૂન
  • ધાણા જીરુ ૧ ટી સ્પૂન
  • મીઠું
  • બેસન ૨ ટેબલ સ્પૂન
  • વઘાર માટે:
  • ઘી ૧ ટેબલ સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • સૂકા લાલ મરચાં ૨

How to make Jaisalmeri kaale chane ki kadhi in gujarati

  1. દહીં,બેસન,પાણી ,હળદર, મરચું,મીઠું તથા ધાણાજીરું બધું એક મોટા બાઉલ માં લેવું.
  2. બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે ગાંઠા ના પડે.
  3. હવે આને ધીમા તાપે ઉકળવા મૂકી દેવી.વચ્ચે હલાવતા રહેવું.
  4. કાળા ચણા ને મીઠું નાખીને બાફી લેવા.પછી પાણી નિતારી લેવું.
  5. આમાં થી ૨ ચમચા ચણા ને ચમચી થી ચિપી નાખવા.
  6. હવે કઢી ૮-૧૦ મિનિટ ઉકળી જાય એટલે એમાં ચણા નાખીને હલાવો.ચિપેલાં ચણા પણ નાખો.૪-૫ મિનિટ ઉકળવા દો.
  7. વઘાર માટે ઘી મૂકીને,એમ જીરું,હિંગ ને લાલ મરચાં નાખો.
  8. આ વઘાર તૈયાર કઢી પર નાખી ને ઢાંકી દો.
  9. કાળા ચના ની કાઢી તૈયાર છે,એને ગરમ જીરા રાઈસ જોડે પીરસો.

Reviews for Jaisalmeri kaale chane ki kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jaisalmeri kaale chane ki kadhi in gujarati