હોમ પેજ / રેસિપી / જૈસેલમેરી કાલે ચને કી કઢી

Photo of Jaisalmeri kaale chane ki kadhi by Kamal Thakkar at BetterButter
530
0
0.0(0)
0

જૈસેલમેરી કાલે ચને કી કઢી

Jul-18-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જૈસેલમેરી કાલે ચને કી કઢી રેસીપી વિશે

એકદમ સરળ પણ સ્વાદિષ્ટ કઢી. કાળા ચણા એટલે દેશી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે અને દહીં નું કૅલ્શિયમ,એટલે આ એક પોષ્ટીક કઢી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દહીં ૧ કપ
  2. કાળા ચણા ૧/૨ કપ
  3. પાણી ૨ કપ
  4. હળદર ૧/૨ ટી સ્પૂન
  5. લાલ મરચું ૧ ટી સ્પૂન
  6. ધાણા જીરુ ૧ ટી સ્પૂન
  7. મીઠું
  8. બેસન ૨ ટેબલ સ્પૂન
  9. વઘાર માટે:
  10. ઘી ૧ ટેબલ સ્પૂન
  11. જીરું ૧ ટી સ્પૂન
  12. હિંગ ૧/૪ ટી સ્પૂન
  13. સૂકા લાલ મરચાં ૨

સૂચનાઓ

  1. દહીં,બેસન,પાણી ,હળદર, મરચું,મીઠું તથા ધાણાજીરું બધું એક મોટા બાઉલ માં લેવું.
  2. બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે ગાંઠા ના પડે.
  3. હવે આને ધીમા તાપે ઉકળવા મૂકી દેવી.વચ્ચે હલાવતા રહેવું.
  4. કાળા ચણા ને મીઠું નાખીને બાફી લેવા.પછી પાણી નિતારી લેવું.
  5. આમાં થી ૨ ચમચા ચણા ને ચમચી થી ચિપી નાખવા.
  6. હવે કઢી ૮-૧૦ મિનિટ ઉકળી જાય એટલે એમાં ચણા નાખીને હલાવો.ચિપેલાં ચણા પણ નાખો.૪-૫ મિનિટ ઉકળવા દો.
  7. વઘાર માટે ઘી મૂકીને,એમ જીરું,હિંગ ને લાલ મરચાં નાખો.
  8. આ વઘાર તૈયાર કઢી પર નાખી ને ઢાંકી દો.
  9. કાળા ચના ની કાઢી તૈયાર છે,એને ગરમ જીરા રાઈસ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર