હોમ પેજ / રેસિપી / રંગબેરંગી રસગુલ્લા

Photo of Rangberangi Rasgulla by Rani Soni at BetterButter
454
0
0.0(0)
0

રંગબેરંગી રસગુલ્લા

Jul-18-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રંગબેરંગી રસગુલ્લા રેસીપી વિશે

જુદી જુદી ફલેવર માં બનેલ રસગુલ્લા ખાવા માં બહુ સરસ લાગશે જો તમે રસગુલ્લા ના ફેન છો તો જરુર થી બનાવો રંગબેરંગી રસગુલ્લા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લિટર ગાય નું દૂધ
  2. 1 1/4 કપ ખાંડ
  3. 2 1/4 કપ પાણી
  4. 2 ચમચી લીંબુ નો રસ
  5. 2 ચમચી ખસ સિરપ
  6. 2 ચમચી આેરેંજ સિરપ
  7. 1/4 નાની ચમચી કેસર

સૂચનાઓ

  1. દૂધને ગરમ કરી ઉભરો આવે એટલે
  2. 2 મિનિટ પછી લીંબુ નો રસ ઉમેરો
  3. દૂધ ફાટે અેટલે ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારી લો અને કપડામાં બાંધી 30 મિનીટ
  4. જેથી બધું પાણી નિતારી જાય
  5. વાસણામાં માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો. એક તારની ચાસણી બનાવો
  6. હવે પનીર ને 2-3 મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો તેના લૂઆ કરી,નાના ગોળા કરો પછી ગોળા ચાસણીમાં ઉમેરો
  7. 10 મિનિટ મિડિયમ ફાસ્ટ ગૅસ પર ઢાંકી ને ચઢવા દો હવે ઢાંકણ ખોલીને ફરી 10 મિનીટ રસ્ગુલ્લા થવા દો
  8. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે ગેસ બંધ કરો રસગુલ્લા ને ઠંડા થવા દો
  9. હવે રસગુલ્લા ને ખસ સિરપ ,આેરેંજ સિરપ માં નાંખો
  10. બીજા રસગુલ્લા માં કેસર નાંખો
  11. બાકી રસગુલ્લા ને સફેદ રાખો
  12. 5-6 કલાક ફ્રિઝ માં મૂકી રાખો.
  13. જેથી ફલેવર રસગુલ્લા માં આવી જાય તૈયાર છે રંગબેરંગી રસગુલ્લા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર