હોમ પેજ / રેસિપી / ચીઝી પનીર થેપલાંના રોલ્સ

Photo of Cheesy paneer thepla rolls by Krupa Shah at BetterButter
439
3
0.0(0)
0

ચીઝી પનીર થેપલાંના રોલ્સ

Jul-18-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી પનીર થેપલાંના રોલ્સ રેસીપી વિશે

થેપલાં નો લોટમાં વધારે માત્રામાં દહીં નો ઉપયોગ કરી ને બાંધવામાં આવેલ છે. પછી એની ઉપર ચીઝ અને પનીર નું ચટપટૂ મિશ્રણ મૂકી રોલ્સ બનાવીયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. થેપલાં માટે:
  2. ૧ કપ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  3. ૧ કપ ઘઉં નો લોટ
  4. ૧ મોટી ચમચી રાગી નો લોટ
  5. ૧/૪ કપ ચણા નો લોટ
  6. ૧/૨ કપ કરતા થોડું વધારે તાજું દહીં
  7. ૧ મોટી ચમચી ગોળ ૨ મોટી ચમચી પાણી માં પીગાડેલું
  8. ૨ નાની ચમચી અથાણા નો રગડો
  9. ૧ નાની ચમચી સફેદ તલ
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  12. ૧ નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  13. ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
  14. ૧/૨ નાની ચમચી શેકેલા જીરા નો પાવડર
  15. રોલ્સ માં ભરવાં માટે
  16. ૧૦૦ ગ્રામ પનીર
  17. ૩ ચીઝ ના ક્યુબ્સ ખમણેલા
  18. ૨ મોટી ચમચી પિઝા સોસ
  19. ચીલી ફ્લેકેસ અવશયક અનુસાર
  20. ૧ મોટી ચમચી તેલ
  21. ૧/૨ કપ લાંબી સમારેલી ડુંગળી, કોબીજ અને લીલાં કેપ્સિકમ

સૂચનાઓ

  1. થેપલાં બનાવા માટે: થેપલાં ની બધી સામગ્રી એક મોટી પરાત માં લઇ ને થેપલાં નો લોટ બાંધી લો.
  2. લોટ માંથી ૪ લૂઆ/ ગોડા વાળી દો.
  3. થેપલાં વણી લો અને ઘી અને તેલ મૂકી તાવી પર શેકીલો.
  4. એક પેન માં તેલ ગરમ કરી એમાં કાપેલાં શાકભાજી થોડી વાર સાંતળી લો.
  5. એમાં પિઝા સોસ ઉમેરો અને થોડું સાંતળી લો.
  6. ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડું થવા દો.
  7. હવે એક થેપલાં ને ડીશ માં મુકો.
  8. એની ઉપર શાકભાજી નું મિશ્રણ પાથરો.
  9. એના ઉપર ખમણેલી ચીઝ અને પનીર મુકો.
  10. હવે થેપલાં ના રોલ્સ વાડી લો.
  11. આવીજ રીતે બીજા રોલ્સ બનાવી અને પીરસો લિલી ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર