Open in app

ચીઝી પનીર થેપલાંના રોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Krupa Shah18th Jul 2018

Cheesy paneer thepla rolls ના વિશે

Ingredients to make Cheesy paneer thepla rolls in gujarati

  • થેપલાં માટે:
  • ૧ કપ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૧ મોટી ચમચી રાગી નો લોટ
  • ૧/૪ કપ ચણા નો લોટ
  • ૧/૨ કપ કરતા થોડું વધારે તાજું દહીં
  • ૧ મોટી ચમચી ગોળ ૨ મોટી ચમચી પાણી માં પીગાડેલું
  • ૨ નાની ચમચી અથાણા નો રગડો
  • ૧ નાની ચમચી સફેદ તલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  • ૧ નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
  • ૧/૨ નાની ચમચી શેકેલા જીરા નો પાવડર
  • રોલ્સ માં ભરવાં માટે
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૩ ચીઝ ના ક્યુબ્સ ખમણેલા
  • ૨ મોટી ચમચી પિઝા સોસ
  • ચીલી ફ્લેકેસ અવશયક અનુસાર
  • ૧ મોટી ચમચી તેલ
  • ૧/૨ કપ લાંબી સમારેલી ડુંગળી, કોબીજ અને લીલાં કેપ્સિકમ

How to make Cheesy paneer thepla rolls in gujarati

  1. થેપલાં બનાવા માટે: થેપલાં ની બધી સામગ્રી એક મોટી પરાત માં લઇ ને થેપલાં નો લોટ બાંધી લો.
  2. લોટ માંથી ૪ લૂઆ/ ગોડા વાળી દો.
  3. થેપલાં વણી લો અને ઘી અને તેલ મૂકી તાવી પર શેકીલો.
  4. એક પેન માં તેલ ગરમ કરી એમાં કાપેલાં શાકભાજી થોડી વાર સાંતળી લો.
  5. એમાં પિઝા સોસ ઉમેરો અને થોડું સાંતળી લો.
  6. ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડું થવા દો.
  7. હવે એક થેપલાં ને ડીશ માં મુકો.
  8. એની ઉપર શાકભાજી નું મિશ્રણ પાથરો.
  9. એના ઉપર ખમણેલી ચીઝ અને પનીર મુકો.
  10. હવે થેપલાં ના રોલ્સ વાડી લો.
  11. આવીજ રીતે બીજા રોલ્સ બનાવી અને પીરસો લિલી ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો.

Reviews for Cheesy paneer thepla rolls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy paneer thepla rolls in gujarati

  • ચીઝી મેગી રોલ્સ

    1 likes
  • ચીઝી અેગ પનીર રોલ

    0 likes
  • પનીર સ્ટફ્ડ ચીઝી રોટી કોન

    7 likes