હોમ પેજ / રેસિપી / સ્વીટ સેન્ડવિચ

Photo of Sweet sendwich by Kalpana Parmar at BetterButter
559
1
0.0(0)
0

સ્વીટ સેન્ડવિચ

Jul-19-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ સેન્ડવિચ રેસીપી વિશે

દૂધ માંથી બનતી રસમલાઈ સૌ ને પસંદ છે આ રેસિપી પણ રસમલાઈ જ જેમ બનાવી છે પણ સેન્ડવિચ ના રૂપ માં છે ટ્રાય કરજો સૌ ને પસંદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. #પનીર માટે
  2. 1 લિટર દૂધ
  3. 2 ચમચી લીંબુ નો રસ.
  4. #રસમલાઈ માટે 
  5. 2 કપ પાણી
  6. 1/2 કપ ખાંડ
  7. # સેન્ડવિચ માટે
  8. 1/2 કપ વિપ ક્રીમ
  9. 3  મોટી ચમચી સ્ટ્રોબેરી ક્રસ
  10. 3 મોટી ચમચી ઝીણા સમારેલા બદામ કાજુ પિસ્તા.
  11. 1/2 નાની ચમચી એલચી પાવડર
  12. 8 થી 10 કેસર ના તાંતણાં
  13. ગાર્નીસ માટે ચેરી

સૂચનાઓ

  1. 1. દૂધ ને ગરમ કરવું ઉભરો આવે એટલે તેમાં લીંબુનો રસ નાખીને દૂધને ફાડી લેવું મલમલના કપડામાં ગાળી ને ચાલુ પાણીએ ધોઈ નાખીને દબાવીને બધું પાણી કાઢી લેવું 5 મિનિટ વજન નીચે દબાવી ને રાખવું
  2. 2. 5 મિનિટ પછી પ્લેટફાર્મ પર અથવા મોટી થાળીમાં 1 ચમચી ખાંડ ને પનીર ને મસરીને સોફ્ટ કરી લેવું એકદમ લીસ્સું થઇ જવું જોઈએ
  3. 3. મસરેલા પનીર માંથી 6 લુવા કરવા એના લુવા ને બરાબર મસળીને હાથની બંને હથેળી થી દબાવી એ પુરી જેટલી ગોળ કરી લો રસમલાઈ કરતા મોટી રાખવી બધી એમજ કરી લો
  4. 4. એક તપેલી માં 3 કપ પાણી લેવું તેમાં ખાંડ નાખીને પાણી ઉકલે એટલે એમાંબધી રસમલાઈ નાખીને ઢાંકણ ઢાંકી દેવું 10 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પાર ઉકરવા દેવું 10 મિનિટ પછી ગેસ બંધ કરી 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી ને રસમલાઈ ને દબાવી ને કાઢીને ડીશ મેં છૂટી છૂટી મુકવી ફ્રિજ માં 1 કલાક માટે ઠંડી થવા મુકવી
  5. 5. સેર્વિંગ ડીશ લેવી એક રસમલાઈલેવી તેને દબાવી ને બધું પાણી કાઢી લેવું ડીશ માં રસમલાઈ મુકવી તેનાપર 2 ચમચી વિપ ક્રીમ પાથરવી ઉપર કાજુ બદામ ને પિસ્તા મુકો એલચી પાવડર છાંટો કેસર ના 3 થી 4 તાંતણાં મુકો તેના પર બીજી રસમલાઈ મુકો 2 ચમચી સ્ટ્રોબરી ક્રસ નાખીને તેના પાર ત્રીજી રસમલાઈ મુકો ઉપર વિપ ક્રીમ કાજુ બદામ પિસ્તા એલચી પાવડર કેશર નાખી ને કવર કરો ઉપર ચેરી થી ane સ્ટ્રોબેરી ક્રસ થી ગાર્નીસ કરી ફ્રિજ માં મુકો ઠંડુ થાય પછી સર્વ કરો
  6. 6. બીજી રસ મલાઈ ની પણ આજ રીતે બનાવી લો tame ચાહો તો 6 એક સાથે પણ કરી શકો પણ આ બહુ ઉંચી થઇ જશે 3 અથવા 4 બરાબર છે
  7. 6.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર