હોમ પેજ / રેસિપી / રોઝ ફલેવર રસમલાઈ

Photo of Rose Flavour Rasmalai by Rani Soni at BetterButter
744
0
0.0(0)
0

રોઝ ફલેવર રસમલાઈ

Jul-19-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
70 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ ફલેવર રસમલાઈ રેસીપી વિશે

રસમલાઈ એ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇ માં મે રોઝફલેવર નો ઉપયોગ કરયો છે.જેનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો રોઝ ફલેવર રસમલાઈ તહેવાર હોય કે પાર્ટી સહુ ને જરુર પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. રોઝ ફલેવર રસગુલ્લા માટે:
  2. 1 લિટર ગાય નું દૂધ
  3. 2 ચમચી લીંબુ નો રસ
  4. 2 1/4 કપ પાણી
  5. 1 1/2 કપ ખાંડ
  6. 1 ચમચી ગુલાબનું એસેન્સ
  7. 4-5 ટીપા લાલ ફુડ કલર
  8. દૂધ બનાવવા:
  9. 1 લિટર દૂધ
  10. 2 ચમચી ખાંડ
  11. 1/8 નાની ચમચી એલચી પાવડર
  12. 1 ચમચી સમારેલ બદામ સમારેલ
  13. 3 નંગ બદામ
  14. ચપટી કેસર
  15. 1/2 ચાંદી વરક
  16. 3 ચેરી

સૂચનાઓ

  1. રસગુલ્લા માટે: દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો લીંબુનો રસ દૂધમાં મિકસ કરો
  2. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને
  3. 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય
  4. પનીર તૈયાર છે
  5. તેમાં 4-5 ટીપા લાલ ફુડ કલર નાંખી
  6. પનીર ને મસળી તેના લૂઆ કરી નાના ગોળા કરો
  7. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો
  8. એક તારની ચાસણી બનાવો તેમાં ગુલાબનું એસેન્સ નાંખો.
  9. પછી ગોળા ચાસણીમાં ઉમેરો 15 મિનિટ માં ગોળા ફૂલી જશે ગેસ બંધ કરી ઠંડા કરો
  10. દૂધ બનાવવા: પેનમાં દૂધ ઉકાળવા મૂકો જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો
  11. દૂધની માત્રા 1/2 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો ખાંડ ઉમેરો અને મિકસ કરો .
  12. એલચી પાવડર ઉમેરો અને મિશ્રણ ને સારી રીતે મિકસ કરો
  13. બનાવેલ રોઝ ફલેવર રસગુલ્લા નાંખો.
  14. 5 મિનીટ માટે ઉકાળો ગેસ બંધ કરી
  15. ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો.
  16. પીરસતી વખતે બાઉલ માં લઈ બદામ,ચેરી ,ચાંદી વરક,કેસર સમારેલ બદામ થી સજાવો તૈયાર છે રોઝ ફલેવર રસમલાઈ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર