Open in app

કલાકન્દ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Lata Lala19th Jul 2018

Kalakand ના વિશે

Ingredients to make Kalakand in gujarati

  • 250 ગ્રામ ખમણેલું તાજું પનીર
  • 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1 ટેબલ સ્પૂન  દૂધનો પાવડર
  • ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર
  • ૧ ટેબલસ્પૂન બદામની કાતરી
  • ૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી

How to make Kalakand in gujarati

  1. કન્ડેન્સ્ડ મિલ્ક, પનીર અને દૂધ નો પાવડર ભેળવી લો
  2. એક નૉન-સ્ટીક પૅનમાં આને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બનીને પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની બાજુઓ સાફ કરતા રાંધી લો.
  3. હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી તેને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો.
  5. તે પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો જેથી બદામની કાતરી અને પિસ્તાની કાતરી તેની પર બહુ સારી રીતે ચીટકી જાય. તેને ઠંડું થવા બાજુ પર રાખો.
  6. જ્યારે તે ઠંડું થાય ત્યારે તેના ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.

Reviews for Kalakand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kalakand in gujarati