હોમ પેજ / રેસિપી / બેકડ યોગટૅ

Photo of Baked yogurt by Hetal Sevalia at BetterButter
600
1
0.0(0)
0

બેકડ યોગટૅ

Jul-19-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેકડ યોગટૅ રેસીપી વિશે

એક ઈઝી, ટેસ્ટી અને હેલ્ધી ડેઝર્ટ છે.

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ દહીં
  2. 1/2 કપ ક્રિમ
  3. 1/4 કપ કંડેનસમિલ્ક
  4. 1 ટી.સ્પૂન વેનિલા એસ્ટ્રેકસ
  5. ચપટી એલચી પાવડર
  6. 1/2 નંગ કેળું
  7. 3 -4 જામ્બુ નો પલ્પ
  8. ચોપ નટ્સ જરુર મુજબ
  9. 1 ચમચી કેસર સિરપ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં, કંડેનસ મિલ્ક, ક્રિમ અને વેનીલા એકસ્ટ્રેકસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે 4 માઈક્રોવેવ પ્રુફ નાના બાઉલ લઈ શું. જો ના હોય તો માટીના કુલ્લડ પણ ચાલે.હવે આને આપણે 4 ભાગ માં વહેચીશુ.એક ભાગ plain રાખીશું.
  3. બીજા બાઉલમાં હાથે થી અધકચરું તોડેલુ કેળું મૂકી તેના પર દહીં વાળું મિશ્રણ રેડી દો.તેના પર એલચી પાવડર ભભરાવી લો.
  4. ત્રીજા બાઉલમાં હાથ થી સ્મેસ કરેલા જામ્બૂ લઈ તેના પર દહીં વાળું મિશ્રણ રેડો.
  5. ચોથા બાઉલમાં દહીં નું મિશ્રણ રેડી તેમાં નટ્સ અને કેસર સિરપ ઉમેરી મિક્સ કરી લો.
  6. હવે એક બેકિંગ ટ્રેમાં પાણી ભરી ચારે બાઉલ તેમાં મૂકી દો અને તેના પર એલ્યુમિનિયમ ફોઈલ થી કવર કરી લો.પ્રિહિટેડ ઓવનમા 180 ડિગ્રી એ 20 મિનિટ માટે બેક કરી લો.
  7. બેક થયા બાદ ફોઈલ ખોલીને ઠંડા થવા દો.ત્યારબાદ ફ્રિજમાં મૂકી ચિલ્ડ કરી લો.સાદા યોગટૅ પર દાડમના દાણા, બનાના યોગટૅ પર બનાના ની સ્લાઈસ, જામ્બૂ યોગટૅ પર જામ્બૂ ની સ્લાઈસ મૂકી સવૅ કરો.કેસર યોગટૅ પર નટ્સ ભભરાવી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર