હોમ પેજ / રેસિપી / ચીઝ પનીર ગોટાળો

Photo of Cheese Paneer Gotala by Dimpal Patel at BetterButter
773
3
0.0(0)
0

ચીઝ પનીર ગોટાળો

Jul-20-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પનીર ગોટાળો રેસીપી વિશે

ચીઝ અને પનીરના મિશ્રણમાંથી બનાવેલી ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર ડીશ છે. જેને બ્રેડ સાથે ખાવાથી ઇંડા જેવો જ ટેસ્ટ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર - ૨૦૦ ગ્રામ
  2. ચીઝ - ૨ ક્યુબ
  3. કાંદો - ૧
  4. ટામેટું - ૧
  5. કેપ્સિકમ - ૧
  6. લીલા મરચાની પેસ્ટ - ૧ મોટી ચમચી
  7. આદુ લસણ ની પેસ્ટ - ૧ નાની ચમચી
  8. હળદર - ૧ નાની ચમચી
  9. લાલ મરચાની ભૂકી - ૧ મોટી ચમચી
  10. ગરમ મસાલા - ૧ મોટી ચમચી
  11. ચાટ મસાલા - ૧ નાની ચમચી
  12. તંદુરી ચીકન મસાલા - ૧ મોટી ચમચી
  13. કાળા મરી નો પાવડર - ૧ નાની ચમચી
  14. ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  15. કસૂરી મેથી - ૧ મોટી ચમચી
  16. મીઠું - ૧ નાની ચમચી
  17. બટર - ૨ મોટી ચમચી
  18. તેલ - ૧ નાની ચમચી
  19. કોથમીર સજાવવા માટે

સૂચનાઓ

  1. કાંદા , ટામેટાં અને કેપ્સિકમ ને ઝીણા કાપી લેવા.
  2. પનીરને હાથથી ભાંગી લેવું. ચીઝ ને છીણી લેવું.
  3. એક નોનસ્ટિક પેણીમાં તેલ અને બટર લેવું. તેમાં ઝીણો કાપેલો કાંદો ગુલાબી થાય ત્યાં સુધી સાંતરવો.
  4. પછી તેમાં ઝીણા કાપેલા ટામેટાં સાંતારવા.
  5. તેલ છૂટું પડે પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણ ની પેસ્ટ , કસૂરી મેથી અને બધા સૂકા મસાલા નાંખવા. 1 મોટી ચમચી પાણી નાંખીને ધીમા ગેસ પર ૧ મિનિટ થવા દેવું.
  6. કાપેલા કેપ્સિકમ ઉમેરવા.
  7. પનીર નાંખીને બરાબર મિક્ષ કરવું. ૪ - ૫ મિનિટ ધીમા ગેસ પર થવા દેવું
  8. છીણેલું ચીઝ ઉમેરવું. જરૂર મુજબ પાણી નાંખીને ૩ - ૪ મિનિટ થવા દેવું.
  9. કોથમીર અને ચીઝ થી સજાવીને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર