Open in app

પાલક ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Purvi Modi20th Jul 2018

Spinach khichdi ના વિશે

Ingredients to make Spinach khichdi in gujarati

  • ચોખા ૧/૨ કપ
  • મસૂર દાળ ૧/૪ કપ
  • પાણી ૩ કપ
  • સમારેલી પાલકની ભાજી ૧/૨ કપ
  • સમારેલી ડુંગળી ૧
  • સમારેલું ટમેટું ૧
  • વાટેલું લસણ ૬-૭ કળી
  • વાટેલું આદુ ૧/૨ ચમચી
  • વાટેલા લીલા મરચાં ૪-૫
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • ઘી ૧/૪ કપ
  • જીરું ૧ ચમચી
  • સૂકા લાલ મરચાં ૨ નંગ
  • પાપડ જરૂર મુજબ

How to make Spinach khichdi in gujarati

  1. સૌપ્રથમ ચોખા અને દાળ ને ધોઈ પ્રમાણસર પાણીમાં ૧૫-૨૦ મિનિટ પલાળો.
  2. ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં બાફી લો.
  3. સમારેલી પાલક ને મિક્સરમાં ક્રશ કરી લો.
  4. પાપડ ને શેકી લો.
  5. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરુ તથા સૂકા લાલ મરચાં ઉમેરો.
  6. વાટેલા મરચાં, લસણ અને આદુ ઉમેરીને સાંતળો.
  7. સમારેલી ડુંગળી ઉમેરો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  8. સમારેલું ટમેટું ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  9. હવે પાલક પેસ્ટ ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો જેથી તે બરાબર ચઢી જાય.
  10. હવે તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો ઉમેરો.
  11. હવે રાંધેલા ચોખા દાળ ઉમેરીને બરાબર હલાવો
  12. ૧કપ અથવા જરૂર મુજબ પાણી નાખીને ઢાંકણ ઢાંકી દો. ધીમા તાપે થવા દો.
  13. પાલક ખિચડી તૈયાર છે.
  14. પીરસતી વખતે શેકેલા પાપડનો ચૂરો ઉમેરો.

Reviews for Spinach khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinach khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes