હોમ પેજ / રેસિપી / પાલક ખીચડી

Photo of Spinach khichdi by Purvi modi at BetterButter
724
0
0.0(0)
0

પાલક ખીચડી

Jul-20-2018
Purvi modi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ખીચડી રેસીપી વિશે

રુટીન ખીચડી થી ધરાઇ ગયા છો તો આ સ્વાદિષ્ટ અને નવીન ખીચડી ચોક્કસ ટ્રાય કરો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા ૧/૨ કપ
  2. મસૂર દાળ ૧/૪ કપ
  3. પાણી ૩ કપ
  4. સમારેલી પાલકની ભાજી ૧/૨ કપ
  5. સમારેલી ડુંગળી ૧
  6. સમારેલું ટમેટું ૧
  7. વાટેલું લસણ ૬-૭ કળી
  8. વાટેલું આદુ ૧/૨ ચમચી
  9. વાટેલા લીલા મરચાં ૪-૫
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. હળદર ૧/૨ ચમચી
  12. ગરમ મસાલો ૧ ચમચી
  13. ઘી ૧/૪ કપ
  14. જીરું ૧ ચમચી
  15. સૂકા લાલ મરચાં ૨ નંગ
  16. પાપડ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચોખા અને દાળ ને ધોઈ પ્રમાણસર પાણીમાં ૧૫-૨૦ મિનિટ પલાળો.
  2. ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં બાફી લો.
  3. સમારેલી પાલક ને મિક્સરમાં ક્રશ કરી લો.
  4. પાપડ ને શેકી લો.
  5. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરુ તથા સૂકા લાલ મરચાં ઉમેરો.
  6. વાટેલા મરચાં, લસણ અને આદુ ઉમેરીને સાંતળો.
  7. સમારેલી ડુંગળી ઉમેરો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  8. સમારેલું ટમેટું ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  9. હવે પાલક પેસ્ટ ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો જેથી તે બરાબર ચઢી જાય.
  10. હવે તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો ઉમેરો.
  11. હવે રાંધેલા ચોખા દાળ ઉમેરીને બરાબર હલાવો
  12. ૧કપ અથવા જરૂર મુજબ પાણી નાખીને ઢાંકણ ઢાંકી દો. ધીમા તાપે થવા દો.
  13. પાલક ખિચડી તૈયાર છે.
  14. પીરસતી વખતે શેકેલા પાપડનો ચૂરો ઉમેરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર