હોમ પેજ / રેસિપી / પનીર-સાલસા

Photo of PANEER-salsa by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
962
2
0.0(0)
0

પનીર-સાલસા

Jul-20-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર-સાલસા રેસીપી વિશે

આ ડીશ સ્ટાર્ટર તરીકે, ઇવનિંગ સ્નેકસ તરીકે યોગ્ય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૦૦ગ્રામ પનીર
  2. બટર ૧૧/૨ ચમચી
  3. ૩ રંગ ના(લાલ,લીલા,પીળા) કેપ્સિકમ મરચાં
  4. ટામેટા ૨ નંગ
  5. ડુંગળી ૧ નંગ
  6. આદુ-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
  7. મરી પાવડર ૧ ટેબલ સ્પૂન
  8. ઓરેગાનો ૧ ટેબલ સ્પૂન
  9. ચીલીફલેક્સ ૧ ટેબલ સ્પૂન
  10. નિમક જરૂરીયાત મુજબ
  11. કોથમીર જરૂર પ્રમાણે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પનીર ને નાના એકસરખા ટુકડા કરી લો, એ જ રીતે બધું ઝીણું સમારી લેવું:- કાંદા, ૩ પ્રકાર ના કેપ્સિકમ, ટામેટા ના બિયા કાઢી ઝીણા સમારવા. આદુ લસણ ને વાટી લઈ પેસ્ટ બનાવી લેવી.
  2. ત્યારબાદ 1 કડાઈ માં 1 ટેબલ સ્પૂન બટર લઈ તેમાં પેહલા ડુંગળી સાંતળી લો, ત્યારબાદ આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી, કેપ્સિકમ ઉમેરી, ટામેટા ઉમેરો અને નિમક, ઓરેગાનો, ચિલ્લીફલેક્સ, મરી પાવડર ઉમેરી એકદમ મધિયમ આંચ પર બધું સરસ રીતે સાંતળી લેવું.
  3. ત્યારબાદ ૨ જી કડાઈ માં ૧/૨ ચમચી જેટલું બટર લઈ તેમાં પનીર ના ટુકડા હળવા હાથે સાંતળી લો, તૂટી ના જાય તેની કાળજી રાખવી. સ્વાદ પ્રમાણે નિમક નાખી ગેસ પરથી ઉતારી લેવું.
  4. ત્યારબાદ બંને ને મિક્સ કરી બરાબર અને ૧ બાઉલ માં લઇ કોથમીર તથા પનીર ખમણી ને ગાર્નિશ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર