હોમ પેજ / રેસિપી / ગુજરાતી કઢી

Photo of Gujarati Kadhi by Dimpal Patel at BetterButter
562
0
0.0(0)
0

ગુજરાતી કઢી

Jul-21-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી કઢી રેસીપી વિશે

ગુજરાતી કઢી ખીચડી , મસાલા ખીચડી , પુલાવ કે ભાત અને મોળી દાળ સાથે સારી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દહીં - ૧ કપ
  2. ચણાનો લોટ - ૨ મોટી ચમચી
  3. લીલાં મરચાં ની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  4. આંબા અદડની પેસ્ટ - ૧ નાની ચમચી
  5. ખાંડ - ૧ નાની ચમચી
  6. મીઠું - ૧ નાની ચમચી
  7. કઢી લીમડો - ૪ થી ૫ પાન
  8. વઘાર માટે :
  9. ઘી - ૧ મોટી ચમચી
  10. જીરું - ૧ નાની ચમચી
  11. સૂકા લાલ મરચાં - ૧
  12. કઢી લીમડો - ૭ થી ૮ પાન
  13. લવિંગ - ૨
  14. હીંગ - ૧/૪ નાની ચમચી

સૂચનાઓ

  1. એક તપેલીમાં દહીં , ચણા નો લોટ , લીલાં મરચાં ની પેસ્ટ , આંબા અદડની પેસ્ટ , મીઠું , ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
  2. હવે આ તપેલીને ગેસ પર ઉકાળવા મૂકવી. કઢી લીમડો નાંખવો. સતત હલાવતા રહેવું. જેથી કઢી ફાટી ના જાય.
  3. ૨ થી ૩ ઉભરા આવે પછી ઉતારી લેવું.
  4. એક વઘારીયામાં ઘી મૂકવું. પછી તેમાં જીરુ , સૂકા મરચાં અને લવિંગ નાખવું.
  5. જીરું થઈ જાય એટલે કઢી લીમડો અને હીંગ નાંખી ને કઢીમાં વઘાર કરવો.
  6. કોથમીરથી સજાવી ને પીરસવું .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર