હોમ પેજ / રેસિપી / પનીર પોટેટો મસાલા

Photo of Paneer potatoes masala by Dipika Ranapara at BetterButter
510
0
0.0(0)
0

પનીર પોટેટો મસાલા

Jul-21-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પોટેટો મસાલા રેસીપી વિશે

પનીર પોટેટો મસાલા એ ઇનોવેટીવ વાનગી છે. રેસ્ટોરન્ટ જેવી જ ટેસ્ટી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ પનીર
  2. 1કપ પોટેટો બાફેલા
  3. 2મધ્યમ આકાર ની શેકેલી ડુંગળી ની પેસ્ટ
  4. 5 શેકેલા ટામેટાની પેસ્ટ
  5. 1/4 કપ મલાઇ
  6. 1/4 કપ દહી
  7. 3ચમચા બટર
  8. 1/2 ટી સ્પૂન જીરું
  9. ચપટી હિંગ
  10. 1ટી સ્પૂન ગરમ મસાલો
  11. 1ટી સ્પૂન લાલ મરચું
  12. 1/2 ટી સ્પૂન હળદર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1ટી સ્પૂન ધાણાજીરુ
  15. 1ટી સ્પૂન કસુરી મેથી
  16. ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. એક કડાઈ માં બટર ગરમ કરી તેમાં જીરું નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  2. શેકેલી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.
  3. શેકેલા ટમેટાં ની પેસ્ટ નાખી સાંતળો.
  4. મીઠું, મરચું,હળદર, ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
  5. પનીર ચોરસ કાપેલા અને બાફેલા બટાકા ચોરસ કાપેલા ઉમેરી હલાવી લો અને ખદખદવા દો.
  6. મલાઇ નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  7. દહી નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  8. કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર