હોમ પેજ / રેસિપી / પપૈયા નો હલવો

Photo of Papaya halwa by Dipika Ranapara at BetterButter
737
0
0.0(0)
0

પપૈયા નો હલવો

Jul-21-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પપૈયા નો હલવો રેસીપી વિશે

દરેક પ્રકાર ના ફળો ના હલવા બનાવી શકાય છે. પાકા પપૈયા નો હલવો બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 10

  1. 1વાટકો પાકા પપૈયા નું છીણ
  2. 1વાટકી ખાંડ
  3. 1ટેબલ સ્પૂન ઘી
  4. 1/2કપ દૂધ
  5. ચપટી ઇલાઇચી પાવડર
  6. ડ્રાય ફ્રુટ પસંદ મુજબ

સૂચનાઓ

  1. એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં પાકા પપૈયા નું છીણ લઇ સાંતળો.
  2. સતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખો અને બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  3. બધું દૂધ શોષાઈ જાય એટલે ખાંડ નાખવી. બરાબર હલાવતા રહો.
  4. ઘી છુટ્ટુ પડે એટલે ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો.
  5. મોલ્ડ માં નાખી ડી મોલ્ડ કરી ડ્રાય ફ્રુટ પસંદ મુજબ અને પપૈયા ના બોલ સ્કૂપ થી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર