BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર બટર મસાલા

Photo of Panner butter masala by Dipika Ranapara at BetterButter
0
0
0(0)
0

પનીર બટર મસાલા

Jul-21-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટર મસાલા રેસીપી વિશે

પનીર બટર મસાલા એ એક પંજાબી શાક છે. પૂરી, ચપાથી, નાન , કૂલચા, ફૂલકા રોટલી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 250 ગ્રામ પનીર
  2. 3ટેબલ સ્પૂન બટર
  3. 1ટી સ્પૂન જીરું
  4. ચપટી હિંગ
  5. 1નાનો ટૂકડો આદૂ
  6. 5 લીલા મરચાં
  7. 10 કળી લસણ
  8. 2 મધ્યમ આકારની ડુંગળી ની સ્લાઇસ
  9. 4 ટામેટાના ચોરસ ટૂકડા
  10. 1/4 કપ કાજૂ
  11. 2 ટેબલ સ્પૂન તાજી મલાઇ
  12. 1ટેબલ સ્પૂન દહી
  13. 1ટી સ્પૂન લાલ મરચું
  14. 1/2 ટી સ્પૂન હળદર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1ટી સ્પૂન ધાણાજીરુ
  17. 1ટી સ્પૂન કીચનકીંગ ગરમ મસાલો
  18. 1/4 ટી સ્પૂન ઇલાઇચી પાવડર અને બૂરુ ખાંડ મીકસ
  19. 1ટી સ્પૂન કસુરી મેથી
  20. ઝીણી સમારેલી કોથમીર 1ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરું નાખો અને હિંગ નાખો .
  2. લીલા મરચાં, આદૂ નાખી સાંતળો.
  3. ડુંગળી ની સ્લાઇસ ઉમેરી હલાવી લો અને સાંતળો.
  4. લસણ નાખી સાંતળો.
  5. ટામેટા ના ટૂકડા નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  6. કાજુ નાખી સાંતળો.
  7. મીઠું સ્વાદ અનુસાર, હળદર ,ધાણાજીરુ લાલ મરચું નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  8. હવે બધું મીક્ષ્ચર ના જાર માં પીસી લો.
  9. એક કડાઈ માં થોડું તેલ ગરમ કરી તેમાં બધું મીશ્રણ નાખી સાંતળો.
  10. પનીર ના ચોરસ ટૂકડા ગ્રેવી માં નાખો.બરાબર હલાવી લો .
  11. મલાઇ નાખી બરાબર હલાવી લો અને ધીમા તાપે, ઢાંકી ચડવા દો.
  12. ઘી છુટ્ટુ પડે એટલે દહી નાખી સાંતળો અને ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી ધીમા હલાવતા રહો.
  13. કીચનકીંગ ગરમ મસાલો, કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  14. ઇલાઇચી પાવડર ખાંડ નાખી બરાબર હલાવી લો.
  15. ગરમાગરમ રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર