હોમ પેજ / રેસિપી / સીતાફળ ફ્લેવર ના ફૂલ

Photo of Custurd apple flavoured flowers by Urvashi Belani at BetterButter
381
3
0.0(0)
0

સીતાફળ ફ્લેવર ના ફૂલ

Jul-21-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીતાફળ ફ્લેવર ના ફૂલ રેસીપી વિશે

આ રેસીપી માં પનીર માંથી સીતાફળ ફ્લેવર નું મિશ્રણ બનાવ્યું છે અને રસગુલ્લા બનાવી તેની મદદ થી ફૂલ ના આકાર ની મીઠાઈ બનાવી છે.

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1લીટર દૂધ
  2. 1 ચમચી ટાટરી
  3. 1 કપ ખાંડ+2 ચમચી ખાંડ
  4. 3 કપ પાણી
  5. 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  6. 1/4 ક્પ સીતાફળ પલ્પ
  7. ચપટી કેસર ( 2ચમચા પાણી માં ઓગાળેલું)
  8. ચપટી લાલ કલર
  9. કલરફુલ સ્પ્રિંકલ

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરવા મુકો, ટાટરી ને 1/2કપ પાણી માં ઓગળી દો.
  2. જ્યારે દૂધ થોડું ગરમ થઇ જાય ત્યારે તેમાં થોડું થોડું ટાટરી વાળું પાણી નાખી હલાવતા રહો.
  3. જ્યારે દૂધ બરાબર ફાટી જાય ત્યારે ગેસ બંદ કરી દો અને કપડાં ની મદદ થી પનીર અને પાણી અલગ કરી દો.
  4. પનીર ને ઠંડા પાણી થી ધોઈ ને પછી કપડાં માંથી પાણી નીચોવીને કાઢી દો.
  5. હવે પનીર ને હાથ થી મસળી ને નરમ બનાવી દો અને તેના બે ભાગ કરી દો.
  6. પનીર ના એક ભાગ માંથી નાના ગોળા બનાવી દો
  7. 1 કપ ખાંડ અને ત્રણ કપ પાણી નાખી ઉકળવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે તેમાં પનીર ના ગોળા નાખી 10થી15 મિનિટ માટે ઉકાળો.
  8. હવે તેમાં 1/2 કપ પાણી નાખી 1 કલાક માટે ચાસણી માં મૂકી રાખો.
  9. પનીર ના બીજા ભાગ માં સીતાફળ પલ્પ,કન્ડેન્સ્ડ મિલ્ક અને 2 ચમચી ખાંડ નાખી નોનસ્ટિક પેન માં ધીમી આંચ પર ગરમ થવા દો
  10. જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.
  11. રસગુલ્લા ને ચાસણી માંથી નીચોવી ને કાઢી લો
  12. રસગુલ્લા ને સીતાફળ ના મિશ્રણ થી આખું પેક કરી ગોળ આકાર આપો.
  13. બધા રસગુલ્લા આ રીતે સીતાફળ મિશ્રણ થી પેક કરો.
  14. હવે વધેલા સીતાફળ ના મિશ્રણ માં લાલ રંગ નાખી મિક્સ કરો
  15. લાલ રંગ ના મિશ્રણ માંથી નાની નાની પાંખડી નો આકાર બનાવી તેને રસગુલ્લા ના ગોળા પર ફૂલ ની જેમ જમાવો.
  16. હવે વચ્ચે કેસર ના પાણી ન ટીપા નાખો અને કલરફુલ સ્પ્રિંકલ લગાવો.
  17. બધાં ફૂલો ને ફ્રીઝ માં મૂકી ઠંડુ ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર