Open in app

સીતાફળ ફ્લેવર ના ફૂલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani21st Jul 2018

Custurd apple flavoured flowers ના વિશે

Ingredients to make Custurd apple flavoured flowers in gujarati

  • 1લીટર દૂધ
  • 1 ચમચી ટાટરી
  • 1 કપ ખાંડ+2 ચમચી ખાંડ
  • 3 કપ પાણી
  • 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1/4 ક્પ સીતાફળ પલ્પ
  • ચપટી કેસર ( 2ચમચા પાણી માં ઓગાળેલું)
  • ચપટી લાલ કલર
  • કલરફુલ સ્પ્રિંકલ

How to make Custurd apple flavoured flowers in gujarati

  1. દૂધ ને ગરમ કરવા મુકો, ટાટરી ને 1/2કપ પાણી માં ઓગળી દો.
  2. જ્યારે દૂધ થોડું ગરમ થઇ જાય ત્યારે તેમાં થોડું થોડું ટાટરી વાળું પાણી નાખી હલાવતા રહો.
  3. જ્યારે દૂધ બરાબર ફાટી જાય ત્યારે ગેસ બંદ કરી દો અને કપડાં ની મદદ થી પનીર અને પાણી અલગ કરી દો.
  4. પનીર ને ઠંડા પાણી થી ધોઈ ને પછી કપડાં માંથી પાણી નીચોવીને કાઢી દો.
  5. હવે પનીર ને હાથ થી મસળી ને નરમ બનાવી દો અને તેના બે ભાગ કરી દો.
  6. પનીર ના એક ભાગ માંથી નાના ગોળા બનાવી દો
  7. 1 કપ ખાંડ અને ત્રણ કપ પાણી નાખી ઉકળવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે તેમાં પનીર ના ગોળા નાખી 10થી15 મિનિટ માટે ઉકાળો.
  8. હવે તેમાં 1/2 કપ પાણી નાખી 1 કલાક માટે ચાસણી માં મૂકી રાખો.
  9. પનીર ના બીજા ભાગ માં સીતાફળ પલ્પ,કન્ડેન્સ્ડ મિલ્ક અને 2 ચમચી ખાંડ નાખી નોનસ્ટિક પેન માં ધીમી આંચ પર ગરમ થવા દો
  10. જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.
  11. રસગુલ્લા ને ચાસણી માંથી નીચોવી ને કાઢી લો
  12. રસગુલ્લા ને સીતાફળ ના મિશ્રણ થી આખું પેક કરી ગોળ આકાર આપો.
  13. બધા રસગુલ્લા આ રીતે સીતાફળ મિશ્રણ થી પેક કરો.
  14. હવે વધેલા સીતાફળ ના મિશ્રણ માં લાલ રંગ નાખી મિક્સ કરો
  15. લાલ રંગ ના મિશ્રણ માંથી નાની નાની પાંખડી નો આકાર બનાવી તેને રસગુલ્લા ના ગોળા પર ફૂલ ની જેમ જમાવો.
  16. હવે વચ્ચે કેસર ના પાણી ન ટીપા નાખો અને કલરફુલ સ્પ્રિંકલ લગાવો.
  17. બધાં ફૂલો ને ફ્રીઝ માં મૂકી ઠંડુ ઠંડુ સર્વ કરો.

Reviews for Custurd apple flavoured flowers in gujarati (0)

No reviews yet.

Recipes similar to Custurd apple flavoured flowers in gujarati

  • કોથમીર ના ફૂલ

    2 likes