હોમ પેજ / રેસિપી / રોઝ ફલેવર રસગુલ્લા વીથ ગુલાબ રબડી

Photo of Rose Flavour Rasgulla with Gulab Rabdi by Rani Soni at BetterButter
824
1
0.0(0)
0

રોઝ ફલેવર રસગુલ્લા વીથ ગુલાબ રબડી

Jul-21-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
80 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ ફલેવર રસગુલ્લા વીથ ગુલાબ રબડી રેસીપી વિશે

રોઝ ફલેવર ના રસગુલ્લા સાથે તાજી ગુલાબ ની પાંદડી નાંખી રબડી ખાવા માં સુંદર લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. રોઝ ફલેવર રસગુલ્લા માટે:
  2. 1 લિટર ગાય નું દૂધ
  3. 1 1/2 કપ ખાંડ
  4. 2 1/4 કપ પાણી
  5. 2 ચમચી લીંબુ નો રસ
  6. 1/4 કપ રોઝ સિરપ
  7. ગુલાબ રબડી માટે:
  8. 1 લિટર દૂધ
  9. ખાંડ 2 ચમચી
  10. 1/2 ચમચી ગુલાબ જળ
  11. 2 પિસ્તા સમારેલ
  12. 2 ચમચી ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. દૂધને ગરમ કરી ઉભરો આવે એટલે ગેસ બંધ કરી
  2. 2 મિનિટ પછી લીંબુ નો રસ ઉમેરી દૂધ ફાટે અેટલે ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારીલો
  3. કપડામાં બાંધી 30 મિનીટ રાખો. તેથી બધું પાણી નિતરી જાય
  4. હવે પનીર ને 2-3 મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો તેના લૂઆ કરી,નાના ગોળા કરો
  5. પહોળા વાસણામાં માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો
  6. એક તારની ચાસણી બનાવો. પછી ગોળા ચાસણીમાં ઉમેરો.
  7. 10 મિનિટ મિડિયમ ફાસ્ટ ગૅસ પર ઢાંકી ને ચઢવા દો હવે ઢાંકણ ખોલીને ફરી 10 મિનીટ થવા દો.
  8. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે ગેસ બંધ કરો રસગુલ્લા ને ઠંડા થવા દો
  9. હવે રોઝ સિરપ માં રસગુલ્લા નાંખી 5-6 કલાક ફ્રિઝ માં મૂકી રાખો.
  10. જેથી રોઝ ની ફલેવર રસગુલ્લા માં આવી જાય તૈયાર છે
  11. રોઝ રસગુલ્લા રબડી બનાવવા દૂધ ને ઉકાળો અને હલાવતા જાવો જયારે દૂધ ગાઢું બની જાય અેટલે ખાંડ ઉમેરી મિકસ કરો
  12. ગેસ બંધ કરી ઠંડુ કરો ગુલાબ જળ નાંખો
  13. પિરસતી વખતે રોઝ ફલેવર રસગુલ્લા ને ગુલાબ રબડી માં મૂકી ગુલાબ ની પાંદડી નાંખી પિસ્તા થી સજાઈ મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર