Open in app

રોઝ ફલેવર રસગુલ્લા વીથ ગુલાબ રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  80 min
પીરસવું  4 people
Rani Soni21st Jul 2018

Rose Flavour Rasgulla with Gulab Rabdi ના વિશે

Ingredients to make Rose Flavour Rasgulla with Gulab Rabdi in gujarati

  • રોઝ ફલેવર રસગુલ્લા માટે:
  • 1 લિટર ગાય નું દૂધ
  • 1 1/2 કપ ખાંડ
  • 2 1/4 કપ પાણી
  • 2 ચમચી લીંબુ નો રસ
  • 1/4 કપ રોઝ સિરપ
  • ગુલાબ રબડી માટે:
  • 1 લિટર દૂધ
  • ખાંડ 2 ચમચી
  • 1/2 ચમચી ગુલાબ જળ
  • 2 પિસ્તા સમારેલ
  • 2 ચમચી ગુલાબ ની પાંદડી

How to make Rose Flavour Rasgulla with Gulab Rabdi in gujarati

  1. દૂધને ગરમ કરી ઉભરો આવે એટલે ગેસ બંધ કરી
  2. 2 મિનિટ પછી લીંબુ નો રસ ઉમેરી દૂધ ફાટે અેટલે ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારીલો
  3. કપડામાં બાંધી 30 મિનીટ રાખો. તેથી બધું પાણી નિતરી જાય
  4. હવે પનીર ને 2-3 મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો તેના લૂઆ કરી,નાના ગોળા કરો
  5. પહોળા વાસણામાં માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો
  6. એક તારની ચાસણી બનાવો. પછી ગોળા ચાસણીમાં ઉમેરો.
  7. 10 મિનિટ મિડિયમ ફાસ્ટ ગૅસ પર ઢાંકી ને ચઢવા દો હવે ઢાંકણ ખોલીને ફરી 10 મિનીટ થવા દો.
  8. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે ગેસ બંધ કરો રસગુલ્લા ને ઠંડા થવા દો
  9. હવે રોઝ સિરપ માં રસગુલ્લા નાંખી 5-6 કલાક ફ્રિઝ માં મૂકી રાખો.
  10. જેથી રોઝ ની ફલેવર રસગુલ્લા માં આવી જાય તૈયાર છે
  11. રોઝ રસગુલ્લા રબડી બનાવવા દૂધ ને ઉકાળો અને હલાવતા જાવો જયારે દૂધ ગાઢું બની જાય અેટલે ખાંડ ઉમેરી મિકસ કરો
  12. ગેસ બંધ કરી ઠંડુ કરો ગુલાબ જળ નાંખો
  13. પિરસતી વખતે રોઝ ફલેવર રસગુલ્લા ને ગુલાબ રબડી માં મૂકી ગુલાબ ની પાંદડી નાંખી પિસ્તા થી સજાઈ મજા માણો.

Reviews for Rose Flavour Rasgulla with Gulab Rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rose Flavour Rasgulla with Gulab Rabdi in gujarati

  • ગુલાબ જાંબુ વીથ રબડી

    0 likes
  • ગુલાબ રસમલાઈ વીથ ગુલકંદ રબડી

    4 likes