Open in app

દહીં પાપડ સબ્જી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Purvi Modi21st Jul 2018

Dahi papad sabji ના વિશે

Ingredients to make Dahi papad sabji in gujarati

  • પાપડ ૩-૪
  • વલોવેલુ દહીં ૧કપ
  • તેલ ૫ ટી સ્પૂન
  • રાઈ ૧ ટી સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • હીંગ ચપટી
  • સમારેલી ડુંગળી ૨
  • વાટેલું લસણ ૨ ટી સ્પૂન
  • સમારેલું લીલું મરચું ૧
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન
  • ગરમ મસાલો ૧ ટી સ્પૂન
  • કોથમીર ૨ ટે સ્પૂન

How to make Dahi papad sabji in gujarati

  1. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  2. રાઈ તતડે એટલે હીંગ અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.
  3. વાટેલું લસણ અને લીલું મરચું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  4. હવે તેમાં લગભગ એક કપ પાણી ઉમેરીને વલોવેલુ દહીં ઉમેરો.
  5. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો.
  6. બરાબર હલાવી કોથમીર ઉમેરીને ઉકળવા દો.
  7. ઉકળે ત્યાં સુધી પાપડ ને શેકી લો અને તેના મોટા ટુકડા કરો.
  8. પાપડ ને ઉકળતી ગ્રેવી માં મિક્સ કરી લગભગ ૨-૩ મિનિટ સુધી થવા દો.
  9. દહીં પાપડ સબ્જી તૈયાર છે. કોથમીર થી સજાવી રોટલી કે ભાખરી સાથે પરોસો.

Reviews for Dahi papad sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahi papad sabji in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • દહીં ચીડા

    2 likes
  • દહીં કબાબ

    3 likes