ધૂપછાવ કોફતા | Dhupchhav kofta Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  21st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dhupchhav kofta by Dipika Ranapara at BetterButter
ધૂપછાવ કોફતાby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  6

  લોકો

2

0

ધૂપછાવ કોફતા

ધૂપછાવ કોફતા Ingredients to make ( Ingredients to make Dhupchhav kofta Recipe in Gujarati )

 • *કોફતા ના પરપલ લેયર ની સામગ્રી
 • 1કપ છીણેલુ બીટ
 • 2 મધ્યમ આકારના બાફેલા બટાકા નું છીણ
 • 1ટી સ્પૂન વાટેલા આદૂ મરચા
 • 1/2 ટી સ્પૂન લાલ મરચું
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1ટેબલ સ્પૂન મીલ્ક પાવડર
 • 1ટેબલ સ્પૂન મેંદો
 • *કોફતા ના સફેદ ભાગ ની સામગ્રી
 • 1કપ પનીર નો ભૂકો
 • 4કપેલા લીલા મરચાં
 • મીઠું સ્વાદ અનુસાર
 • ચપટી ઇલાઇચી પાવડર
 • ચીઝ ના ચોરસ નાના ટૂકડા
 • * તળવા માટે તેલ
 • કેસ્યૂ ( કાજૂ) ગ્રેવી ની સામગ્રી:
 • 2ટેબલ સ્પૂન ઘી
 • 1ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
 • 1કપ ડુંગળી ની પેસ્ટ
 • 1કપ કાજૂ ની પેસ્ટ
 • 1/3 ટેબલ સ્પૂન મલાઇ
 • 1/3 ટેબલ સ્પૂન દહી
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1ટી સ્પૂન કીચનકીંગ ગરમ મસાલો
 • 1ટી સ્પૂન કસુરી મેથી
 • 1ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • 1/2 ટી સ્પૂન હળદર
 • 1ટી સ્પૂન બૂરુ ખાંડ- ઇલાઇચી પાવડર
 • 1ટી સ્પૂન બટર

How to make ધૂપછાવ કોફતા

 1. કોફતા ની રીત:
 2. એક વાસણ માં છીણેલુ બીટ,છીણેલુ બટાકા,મીલ્ક પાવડર, મેંદો,વાટેલા આદૂ મરચા,મીઠું પ્રમાણસર,લાલ મરચું નાખી મીકસ કરો.
 3. બીજા વાસણ માં પનીર નો ભૂકો,લીલા મરચા,ઇલાઇચી પાવડર,મીઠું મીકસ કરો. હવે ચોરસ ચીઝ ના ટૂકડા નાખી નાના ગોળા બનાવી દેવા.
 4. નાના ગોળા ને વચ્ચે મૂકી બીટ વાળા મીશ્રણ થી કવર કરી મોટા ગોળા બનાવી દેવા.
 5. મેંદા માં રગદોળી ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.
 6. યલો કાજૂ ગ્રેવી ની રીત:
 7. એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
 8. જયારે જયારે ઘી છુટ્ટુ પડે એટલે ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.
 9. બરાબર હલાવતા રહો. ઘી છુટ્ટુ પડે એટલે તેમાં મીઠું પ્રમાણસર, હળદર અને કીચનકીંગ ગરમ મસાલો ઉમેરી હલાવી લો અને ખદખદવા દો.
 10. તાજી મલાઇ અને દહી નાખી ઘી છુટ્ટુ પડે ત્યા સુધી ધીમા તાપે સાંતળો.
 11. કસુરી મેથી, ઝીણી સમારેલી કોથમીર, બૂરુ ખાંડ ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો અને સહેજ વાર ચડવા દો.
 12. બટર નાખી બરાબર હલાવી લો અને બાઉલ માં નીકાળી લો.
 13. કોફતા ઉપર થી મૂકી પીરસો.

Reviews for Dhupchhav kofta Recipe in Gujarati (0)