હોમ પેજ / રેસિપી / ફ્યુઝન મીઠાઈ પાઇ

Photo of Fusion mithai pai by Dipika Ranapara at BetterButter
708
2
0.0(0)
0

ફ્યુઝન મીઠાઈ પાઇ

Jul-21-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્યુઝન મીઠાઈ પાઇ રેસીપી વિશે

ફ્યુઝન મીઠાઈ પાઇ એ એકદમ સ્વાદિષ્ટ, ઇનોવેટીવ વાનગી છે. મીઠી સૂવાળી પૂરી ના લોટ નો પાઇ નો બેઝીક લોટ છે. કલાકંદ અને ગાજર હલવો ને તેમાં સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે. સૂરજમુખી ના ફૂલ નો આકાર આપી ને ફ્યુઝન પાઇ બેક કરી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • ભારે
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. પાઇ ક્રસ્ટ ની સામગ્રી:
  2. 1કપ મેંદો
  3. 1/2 કપ પાણી
  4. 2 ટેબલ સ્પૂન ખાંડ
  5. 2ટેબલ સ્પૂન ઘી
  6. સ્ટફીંગ ની સામગ્રી:
  7. 100 ગ્રા મ કલાકંદ
  8. 1ટેબલ સ્પૂન દૂધ
  9. 100 ગ્રા મ ગાજર હલવો
  10. 2ટેબલ સ્પૂન કોકો પાવડર
  11. 2ટેબલ સ્પૂન દૂધ

સૂચનાઓ

  1. પાણી ગરમ કરી તેમાં ખાંડ ઓગાળવી.
  2. મેંદા માં ઘી નાખી મોણ દેવું.
  3. ખાંડ વાળા પાણી થી સોફ્ટ લોટ બાંધવો. થોડી વાર ઢાંકી બાજુ પર મૂકી દો.
  4. કલાકંદ માં દૂધ મિક્સ કરી ઢીલુ કરવું.
  5. થોડા દૂધ મિશ્રીત કલાકંદ માં કોકો પાવડર નાખી બરાબર હલાવી લો .
  6. પાઇ ક્રસ્ટ નો લૂવો લઇ એક જાડી રોટલી વણી લો,તેને બેકીંગ ટ્રે પર મૂકી કિનારી પર સફેદ કલાકંદ ફેલાવો. અને વચ્ચે કોકો કલાકંદ મૂકો.
  7. સફેદ કલાકંદ ની ઉપર ગાજર હલવો ફેલાવો.
  8. પાઇ ક્રસ્ટ માથી બીજો લૂવો લઇ મોટો રોટલો વણી લો અને પહેલા ની ઉપર ઢાંકી દો.કિનારી દબાવી દેવાની અને ચપટી લઇ ડિઝાઇન બનાવવી.વચ્ચે એક વાટકી મૂકવી.
  9. આજે બાજૂ માં સીધા કાપા પાડીને ટ્વીસ્ટ કરી પાંખડી નો આકાર આપવો.થોડા પાઇ ક્રસ્ટ માં કોકો પાવડર નાખી બરાબર ગૂંથી લેવો.રોલ કરી સર્કલ પાસે ગોઠવો.
  10. પ્રી હીટેડ ઓવનમાં 180 ' પર 18 મીનીટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર