Open in app

માકુટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  2 people
Purvi Modi22nd Jul 2018

Makuti ના વિશે

Ingredients to make Makuti in gujarati

  • ફૂલ ફેટ દૂધ ૫૦૦ મિલી લિટર
  • પીળી મગની દાળ ૫ ટેબલસ્પૂન
  • મોળો માવો ૫૦ ગ્રામ
  • ખાંડ ૧/૪ કપ
  • ઈલાયચી પાવડર ૧/૨ ટી સ્પૂન
  • કેસર ૮-૧૦ તાંતણા
  • કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ જરૂર મુજબ

How to make Makuti in gujarati

  1. પીળી મગની દાળને ધોઈને પાણીમાં ૧૫-૨૦ મિનિટ પલાળો અને પછી કૂકરમાં અથવા બહાર બાફી લો.
  2. ત્યારબાદ મિક્સરમાં વાટી પેસ્ટ તૈયાર કરો.
  3. એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. તેમાંથી ૨ ટેબલસ્પૂન જેટલું દૂધ કાઢી લો અને તેમાં કેસર પલાળો.
  4. દૂધ માં એક ઉભરો આવે એટલે ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો.
  5. દૂધને ૧૦-૧૨ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.
  6. હવે તેમાં મગની દાળની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટી ના જાય.
  7. ૧૫-૨૦ મિનિટ ઉકાળ્યા પછી દૂધ થોડું ઘટ્ટ થશે.
  8. હવે તેમાં મસળેલો મોળો માવો ઉમેરી હલાવતા રહો.
  9. હવે તેમાં કેસર વાળું દૂધ ઉમેરો.
  10. હવે ઈલાયચી પાવડર તથા ડ્રાય ફ્રુટ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  11. માવો ઉમેરવાથી દૂધ એકદમ ઘટ્ટ થશે. ગેસ બંધ કરી બાઉલમાં કાઢી થોડું ઠંડું થાય પછી ફ્રીઝમાં ૨-૩ કલાક ઠંડુ થવા દો.
  12. મજેદાર માકુટી તૈયાર છે.

Reviews for Makuti in gujarati (0)

No reviews yet.

Recipes similar to Makuti in gujarati