Photo of Makuti by Purvi modi at BetterButter
942
0
0.0(0)
0

માકુટી

Jul-22-2018
Purvi modi
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માકુટી રેસીપી વિશે

આ એક પરંપરાગત બિહારી વાનગી છે જે ખાસ કરીને રમઝાન ઇદ અને બીજા તહેવારો માં બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ઈદ
  • બિહાર
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ફૂલ ફેટ દૂધ ૫૦૦ મિલી લિટર
  2. પીળી મગની દાળ ૫ ટેબલસ્પૂન
  3. મોળો માવો ૫૦ ગ્રામ
  4. ખાંડ ૧/૪ કપ
  5. ઈલાયચી પાવડર ૧/૨ ટી સ્પૂન
  6. કેસર ૮-૧૦ તાંતણા
  7. કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ જરૂર મુજબ

સૂચનાઓ

  1. પીળી મગની દાળને ધોઈને પાણીમાં ૧૫-૨૦ મિનિટ પલાળો અને પછી કૂકરમાં અથવા બહાર બાફી લો.
  2. ત્યારબાદ મિક્સરમાં વાટી પેસ્ટ તૈયાર કરો.
  3. એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. તેમાંથી ૨ ટેબલસ્પૂન જેટલું દૂધ કાઢી લો અને તેમાં કેસર પલાળો.
  4. દૂધ માં એક ઉભરો આવે એટલે ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો.
  5. દૂધને ૧૦-૧૨ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.
  6. હવે તેમાં મગની દાળની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટી ના જાય.
  7. ૧૫-૨૦ મિનિટ ઉકાળ્યા પછી દૂધ થોડું ઘટ્ટ થશે.
  8. હવે તેમાં મસળેલો મોળો માવો ઉમેરી હલાવતા રહો.
  9. હવે તેમાં કેસર વાળું દૂધ ઉમેરો.
  10. હવે ઈલાયચી પાવડર તથા ડ્રાય ફ્રુટ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  11. માવો ઉમેરવાથી દૂધ એકદમ ઘટ્ટ થશે. ગેસ બંધ કરી બાઉલમાં કાઢી થોડું ઠંડું થાય પછી ફ્રીઝમાં ૨-૩ કલાક ઠંડુ થવા દો.
  12. મજેદાર માકુટી તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર