રીંગણ ટાર્ટ | Brinjal tart Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  22nd Jul 2018  |  
4 ત્યાંથી 1 review રેટ કરો
 • Brinjal tart recipe in Gujarati, રીંગણ ટાર્ટ, Dipika Ranapara
રીંગણ ટાર્ટby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

1

રીંગણ ટાર્ટ વાનગીઓ

રીંગણ ટાર્ટ Ingredients to make ( Ingredients to make Brinjal tart Recipe in Gujarati )

 • ટાર્ટ ની સામગ્રી:
 • 2 કપ બાજરી નો લોટ
 • 1ટી સ્પૂન લાલ મરચું
 • 1/2 ટી સ્પૂન હળદર
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચાં
 • પાણી પ્રમાણસર
 • તળવા માટે તેલ
 • *સ્ટફીંગ ની સામગ્રી:
 • 2મોટા શેકેલા રીંગણ નો પલ્પ
 • 1ટેબલ સ્પૂન તેલ
 • ચપટી હિંગ
 • 1ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
 • 1કપ ઝીણી સમારેલી ડુંગળી
 • 1કપ ઝીણા સમારેલા ટામેટા
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1ટેબલ સ્પૂન લાલ મરચું
 • 1/2 ટી સ્પૂન હળદર
 • 1ટી સ્પૂન કીચનકીંગ ગરમ મસાલો
 • 1/2કપ ચીઝ ના ટૂકડા (નાનાં )
 • તલ જરુરીયાત મુજબ

How to make રીંગણ ટાર્ટ

 1. *ટાર્ટ ની રીત : એક વાસણમાં બાજરી નો લોટ, મીઠું, હળદર , મરચું, વાટેલા આદૂ મરચા,જરુરીયાત મુજબ પાણી રેડીને ટાઇટ લોટ બાંધવો.
 2. ટાર્ટ મોલ્ડ ને તેલ લગાડવું.
 3. એક પ્લાસ્ટિક ના પેપર પર બાજરી ના ગુથેલા લોટ લઇ ટીપી ને મોટો જાડો રોટલો વણી લો.
 4. ગરમ તેલ માં ટાર્ટ મોલ્ડ સાથે જ તળી લો.
 5. હવે થોડા બાજરી ના લોટ ને પાતળો થેરપી તલ ભભરાવીને ફૂલ આકારના મોલ્ડ થી કાપી લો.
 6. બધા ફૂલ તેલ માં તળી લો.
 7. સ્ટફીંગ ની રીત:
 8. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
 9. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
 10. ઝીણા સમારેલા ટામેટા ના ટૂકડા નાખી બરાબર હલાવી લો અને મીઠું, મરચું અને ધાણાજીરુ, કીચનકીંગ ગરમ મસાલો ઉમેરી હલાવી લો .
 11. રીંગણ નો પલ્પ નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
 12. ઝીણી સમારેલી કોથમીર નાખી ગેસ બંધ કરી દો.
 13. ફ્યુઝન ટાર્ટ:
 14. બાજરી નો ટાર્ટ સેલ લઇ તેમાં રીંગણ નુ સ્ટફીંગ ફેલાવો.
 15. કીનારે ચીઝ ના ટૂકડા નાખી સજાવટ કરો.
 16. કીનારે બાજરી ના ફૂલ થી સજાવટ કરો.
 17. તલ થી સજાવટ કરો.

Reviews for Brinjal tart Recipe in Gujarati (1)

safiya abdurrahman khana year ago

Very unique recipe
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો