હોમ પેજ / રેસિપી / ગુલાબ ફ્લેવર કોપરના લાડુ

Photo of Rosy Coconut Truffle by Dimpal Patel at BetterButter
548
0
0.0(0)
0

ગુલાબ ફ્લેવર કોપરના લાડુ

Jul-22-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ ફ્લેવર કોપરના લાડુ રેસીપી વિશે

કોપરા ના લાડુ ને એકદમ અનોખું રૂપ આપવાનો પ્રયાસ મેં કર્યો છે. મારી ખાતરી છે કે તે નાના- મોટા સૌને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોપરાનું ખમણ - ૧ કપ
  2. મિલ્કમેઇડ - ૧/૪ કપ
  3. મિલ્ક (સફેદ) ચોકલેટ - ૧/૪ કપ
  4. બટર - ૨ મોટી ચમચી
  5. રોઝ એસન્સ - ૨ થી ૩ ટીપાં
  6. રેડ ફૂડ કલર - ૨ થી ૩ ટીપાં
  7. કોપરાનું ખમણ - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ૧/૪ કપ કોપરના ખમણ સિવાયની બધી સામગ્રી લઇ બરાબર મિક્ષ કરવી.
  2. પછી તેને ૧ મિનિટ માટે માઇક્રોવેવ માં મૂકવું.
  3. બહાર કાઢી ને બરાબર મિક્ષ કરવું.
  4. તેના નાના ગોળા વાળવા.
  5. એક ડીશમાં વધેલું કોપરાનું ખમણ કાઢવું. તેમાં ઉપરના ગોળા રગદોળવા.
  6. ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકી દેવા.
  7. ઠંડા ઠંડા લાડુ ખાવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર