ગાજર ના હલવા ની બરફી પાઈ | Carrot Barfi Pie Recipe in Gujarati

ના દ્વારા Dhara Shah  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Carrot Barfi Pie by Dhara Shah at BetterButter
ગાજર ના હલવા ની બરફી પાઈby Dhara Shah
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

6

0

ગાજર ના હલવા ની બરફી પાઈ વાનગીઓ

ગાજર ના હલવા ની બરફી પાઈ Ingredients to make ( Ingredients to make Carrot Barfi Pie Recipe in Gujarati )

 • ૩૦૦ ગ્રામ ગાજર, છીણેલું
 • ૧ કપ દૂધ
 • ૨૦૦ ગ્રામ માવો
 • ૧ કપ ખાંડ
 • ૨ મોટી ચમચી ફ્રેશ ક્રીમ
 • થોડાક કેસર ના તાંતણા
 • ૩ મોટી ચમચી ઘી
 • સજાવા માટે ડ્રાય ફ્રુટ (ઈચ્છા મુજબ)

How to make ગાજર ના હલવા ની બરફી પાઈ

 1. એક મધ્યમ કદ ના નોન સ્ટિક પેન માં ગાજર ને ૫ મિનિટ સુધી પકવો.
 2. તેમાં દૂધ, કેસર ઉમેરી બરાબર મિકસ કરો. ઉપર ઢાંકણ ઢાંકી ૩-૪ મિનિટ પકવો.
 3. હવે બધું દૂધ શોષાઈ જાય એટલે તેમાં ખાંડ અને ક્રીમ નાખી ૫ મિનિટ સુધી હલાવ્યા કરો.
 4. બધું સરખું ડ્રાય થઇ જાય એટલે તેમાં ૧૦૦ ગ્રામ માવો ઉમેરી ૩-૪ મિનિટ પકવો.
 5. ગાજર નો હલવો તૈયાર છે, એને ઘી થી ગ્રીસ કરેલા ટાર્ટ મોલ્ડ માં કાઢી તમારા હથેળી થી ધીમે ધીમે દબાવી ને એક સરખું સેટ કરી દો.
 6. અને ટાર્ટ મોલ્ડ ને ફ્રીજ માં ૧૦ મિનિટ સેટ કરવા મૂકો.
 7. ત્યાં સુધી માવા ના લેયર ની તૈયારી કરો.
 8. એક પેન માં ઘી ઉમેરો ઘી ઓગળે એટલે એમાં માવો નાખી મિક્સ કરો.
 9. થોડું ઢીલું થાય એટલે એમાં વધેલી ખાંડ ઉમેરો અને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી પકવો.
 10. ગેસ ને બંધ કરો અને આ માવા ને ગાજર ના હલવા ઉપર પાથરો.
 11. હવે ઉપર તમને ગમતા ડ્રાય ફ્રુટ મૂકો પછી તેને થોડું સેટ થવા દો ત્યારબાદ કટ કરી ને સર્વ કરો.
 12. તો તૈયાર છે ગાજર ના હલવા ની બરફી પાઈ.

Reviews for Carrot Barfi Pie Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો