હોમ પેજ / રેસિપી / ગાજર ના હલવા ની બરફી પાઈ

Photo of Carrot Barfi Pie by Dhara Shah at BetterButter
561
6
0.0(0)
0

ગાજર ના હલવા ની બરફી પાઈ

Jul-23-2018
Dhara Shah
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ના હલવા ની બરફી પાઈ રેસીપી વિશે

તમે ગાજર નું ફજ કે ગાજર ની બરફી ખાધી હસે પણ ક્યારેય તેને ટાર્ટ મોલ્ડ માં બનાવી ને કેક ની જેમ બનાવી ને મઝા માણી છે? આજે આ રેસિપી નોંધી જરૂર બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩૦૦ ગ્રામ ગાજર, છીણેલું
  2. ૧ કપ દૂધ
  3. ૨૦૦ ગ્રામ માવો
  4. ૧ કપ ખાંડ
  5. ૨ મોટી ચમચી ફ્રેશ ક્રીમ
  6. થોડાક કેસર ના તાંતણા
  7. ૩ મોટી ચમચી ઘી
  8. સજાવા માટે ડ્રાય ફ્રુટ (ઈચ્છા મુજબ)

સૂચનાઓ

  1. એક મધ્યમ કદ ના નોન સ્ટિક પેન માં ગાજર ને ૫ મિનિટ સુધી પકવો.
  2. તેમાં દૂધ, કેસર ઉમેરી બરાબર મિકસ કરો. ઉપર ઢાંકણ ઢાંકી ૩-૪ મિનિટ પકવો.
  3. હવે બધું દૂધ શોષાઈ જાય એટલે તેમાં ખાંડ અને ક્રીમ નાખી ૫ મિનિટ સુધી હલાવ્યા કરો.
  4. બધું સરખું ડ્રાય થઇ જાય એટલે તેમાં ૧૦૦ ગ્રામ માવો ઉમેરી ૩-૪ મિનિટ પકવો.
  5. ગાજર નો હલવો તૈયાર છે, એને ઘી થી ગ્રીસ કરેલા ટાર્ટ મોલ્ડ માં કાઢી તમારા હથેળી થી ધીમે ધીમે દબાવી ને એક સરખું સેટ કરી દો.
  6. અને ટાર્ટ મોલ્ડ ને ફ્રીજ માં ૧૦ મિનિટ સેટ કરવા મૂકો.
  7. ત્યાં સુધી માવા ના લેયર ની તૈયારી કરો.
  8. એક પેન માં ઘી ઉમેરો ઘી ઓગળે એટલે એમાં માવો નાખી મિક્સ કરો.
  9. થોડું ઢીલું થાય એટલે એમાં વધેલી ખાંડ ઉમેરો અને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી પકવો.
  10. ગેસ ને બંધ કરો અને આ માવા ને ગાજર ના હલવા ઉપર પાથરો.
  11. હવે ઉપર તમને ગમતા ડ્રાય ફ્રુટ મૂકો પછી તેને થોડું સેટ થવા દો ત્યારબાદ કટ કરી ને સર્વ કરો.
  12. તો તૈયાર છે ગાજર ના હલવા ની બરફી પાઈ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર