Open in app

શામ સવેરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Disha Chavda23rd Jul 2018

Shaam savera ના વિશે

Ingredients to make Shaam savera in gujarati

  • પાલક ૧ ઝૂડી
  • પનીર ૫૦૦ ગ્રામ
  • લસણ આદુ પેસ્ટ ૨ ચમચી
  • ૬ ટામેટાની પ્યુરી
  • લાલ મરચું ૨ ચમચી
  • ધાણા જીરું ૨ ચમચી
  • મરી પાવડર ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • કોર્ન ફ્લોર ૨ ચમચા
  • ગરમ મસાલો ૨ ચમચી
  • કોથમીર
  • મલાઈ ૧ ચમચી
  • તેલ ૫ ચમચા
  • બોલ્સ તળવા તેલ

How to make Shaam savera in gujarati

  1. પનીર છીણીને રાખવું. પાલક ઝીણી સમારી ધોઈ લેવી. ત્યાર બાદ ૨ ચમચા તેલ માં પાલક સમારેલી નાખી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી. મીઠું નાખી હલાવી લેવું. પાલક માં થી પાણી બળી જાય ત્યાં સુધી શેકવું. ત્યાર બાદ ઠંડુ કરવું. પનીર માં મીઠું મરી પાવડર નાખી મસળવું. ત્યાર બાદ તેના ગોળ બોલ્સ બનાવી દેવા. ઠંડી થયેલી પાલક ના મિશ્રણ માં ૨ ચમચા કોર્ન ફ્લોર નાખી મિક્સ કરવું. પનીર ના બોલ્સ પર પાલક ના મિશ્રણ નું કોટિંગ કરી ફ્રીજ માં ૧૦ મિનિટ મૂકવું. ત્યાર બાદ તેલ માં આ બોલ્સ તળી લેવા.
  2. ટામેટા ને તેલ માં સેકી ને ઠંડુ થાય એટલે ગ્રેવી બનાવી દેવી.
  3. પેન માં તેલ મૂકી તેમાં મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી ટામેટા પ્યુરી નાખવી. મીઠું નાખી હલાવી શેકવા દેવું. ગ્રેવી તેલ છોડે ત્યારે ગેસ બંધ કરી દેવો.
  4. પાલક પનીર બોલ્સ ને વચે થી કાપી ગ્રેવી પર મૂકી ને કોથમીર અને મલાઈ થી સજાવવું.

Reviews for Shaam savera in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shaam savera in gujarati

  • શામ સવેરા

    9 likes
  • શામ સવેરા

    3 likes