Open in app

બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  6 people
Leena Sangoi23rd Jul 2018

Beetroot Cucumber and Tomato Raita ના વિશે

Ingredients to make Beetroot Cucumber and Tomato Raita in gujarati

  • ૧/૪ કપ બાફી , છોલીને સમારેલું બીટ
  • ૧/૨ કપ સમારેલી કાકડી
  • ૧/૨ કપ સમારેલા ટમેટા
  • ૧ ૧/૪ કપ જેરી લીધેલી દહીં
  • મીઠું , સ્વાદાનુસાર
  • ૨ ટીસ્પૂન પીસેલી સાકર
  • ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
  • ૧ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટીસ્પૂન જીરું
  • ૧ ચપટીભર હીંગ
  • ૩ ટેબલસ્પૂન સમારેલી મગફળી
  • ૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
  • ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર

How to make Beetroot Cucumber and Tomato Raita in gujarati

  1. એક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા મરચાં ભેગા કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  4. આ વઘારને તૈયાર કરેલા રાઇતા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. પછી તેમા મગફળી, નાળિયેર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ રાઇતાને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક રાખી મૂકો.
  7. ઠંડું પીરસો.

Reviews for Beetroot Cucumber and Tomato Raita in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beetroot Cucumber and Tomato Raita in gujarati