હોમ પેજ / રેસિપી / બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું

Photo of Beetroot Cucumber and Tomato Raita by Leena Sangoi at BetterButter
0
0
0(0)
0

બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું

Jul-23-2018
Leena Sangoi
15 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું રેસીપી વિશે

પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ રાઇતામાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • ઠંડુ કરવું
 • સલાડ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

 1. ૧/૪ કપ બાફી , છોલીને સમારેલું બીટ
 2. ૧/૨ કપ સમારેલી કાકડી
 3. ૧/૨ કપ સમારેલા ટમેટા
 4. ૧ ૧/૪ કપ જેરી લીધેલી દહીં
 5. મીઠું , સ્વાદાનુસાર
 6. ૨ ટીસ્પૂન પીસેલી સાકર
 7. ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
 8. ૧ ટેબલસ્પૂન તેલ
 9. ૧ ટીસ્પૂન જીરું
 10. ૧ ચપટીભર હીંગ
 11. ૩ ટેબલસ્પૂન સમારેલી મગફળી
 12. ૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
 13. ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

 1. એક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા મરચાં ભેગા કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
 2. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખો.
 3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
 4. આ વઘારને તૈયાર કરેલા રાઇતા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
 5. પછી તેમા મગફળી, નાળિયેર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 6. આ રાઇતાને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક રાખી મૂકો.
 7. ઠંડું પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર