હોમ પેજ / રેસિપી / કેડબરી કોલ્ડ કોકો

Photo of Cadbury cold coco by Dimpal Patel at BetterButter
861
1
0.0(0)
0

કેડબરી કોલ્ડ કોકો

Jul-23-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેડબરી કોલ્ડ કોકો રેસીપી વિશે

કોલ્ડ કોકો સુરત ની પ્રસિધ્ધ વેરાઈટી છે. તેને થોડો વધારે ટેસ્ટી અને ચોકલેટી બનાવવા માટે મેં થોડો ટ્વિસ્ટ કરયો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ - ૫૦૦મિલિ
  2. ખાંડ - ૪ મોટી ચમચી
  3. કોકો પાવડર - ૨ મોટી ચમચી
  4. કોર્ન ફ્લોર - ૨ મોટી ચમચી
  5. દૂધ - ૬ મોટી ચમચી
  6. ડાર્ક ચોકલેટ - ૭૫ ગ્રામ
  7. ડેકોરેશન માટેની સામગ્રી :
  8. વેનીલા આઈસ્ક્રીમ - ૨ સ્કુપ
  9. કાજુના ટુકડા - ૨ મોટી ચમચી
  10. ચોકલેટ સ્પ્રિંકલર્સ - ૨ મોટી ચમચી
  11. ચોકલેટ સિરપ - ૨ મોટી ચમચી
  12. બરફના ટુકડા - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં કોર્ન ફ્લોર અને કોકો પાવડર મિક્સ કરવો. પછી તેમાં ધીમે ધીમે ૬ મોટી ચમચી દૂધ ઉમેરવું.
  2. એક નોનસ્ટિક પેણીમાં ૫૦૦મિલી દૂધ લેવું. પછી તેમાં થોડું થોડું કોકો પાવડરવાળું દૂધ ઉમેરવું.
  3. આ દૂધને ગરમ કરવા મૂકવું. ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું.
  4. થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
  5. એક ઉભરો આવે પછી તેમાં ચોકલેટ કાપીને નાંખવી.
  6. ધીમા ગેસ પર હલાવતા રહેવું. ૨ થી ૩ ઉભરા આવે પછી ગેસ પરથી ઉતારી લેવું. પછી પણ હલાવતા રહેવું.
  7. રૂમના તાપમાને આવે પછી ફ્રીઝમાં મૂકવું.
  8. એક ગ્લાસમાં પહેલા બરફના ટુકડા નાંખવા. પછી ઠંડો કોકો ૩/૪ ગ્લાસ જેટલો ભરવો. તેમાં ૧ સ્કુપ આઈસ્ક્રીમ નાંખવો. ત્યારબાદ કાજુના ટુકડા , ચોકલેટ સિરપ અને ચોકલેટ સ્પ્રિંકલર્સથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર